Corona News:રાજ્યમાં ફરી એકવાર કોરોનાના સંક્રમણે માથુ ઉચક્યું છે. સંક્રમિતોની સંખ્યા 1100ને પાર પહોંચી છે. અમદાવાદમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં કોરોનાના નવા 131 કેસ નોંધાયા છે. 40 દિવસમાં કુલ 919 કેસ નોંધાયા છે. હાલ 646 એક્સિટવ કેસ છે. સિવિલ અને સોલા હોસ્પિટલમાં છ દર્દી સારવાર હેઠળ  છે. જેમાં પાંચ મહિલા દર્દી સામેલ છે.

રાજકોટમાં વધુ 10 કેસ પોઝિટિવ

રાજકોટ શહેરમાં કોરોનાના વધુ 10 કેસ નોંધાયા. જકોટમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 100ને પાર પહોંચ્યો છે...વોર્ડ નંબર 2, 8માંથી 3-3  દર્દી સારવાર હેઠળ છે, બે દર્દી વેન્ટીલેટર પર છે.

ભાવનગરમાં વધુ 4 કેસ

 ભાવનગરમાં કોરોના કેસની રફતાર પકડી છે. વધુ 4 કેસ સાથે ભાવનગરમાં કોરોના પોઝિટિવ ના એક્ટિવ કેસની સંખ્યા કુલ 25 પર પહોંચી છે.આજે શહેરના જ્વેલ સર્કલ, વિદ્યાનગર, સુભાષ નગર અને તરસમિયા રોડ વિસ્તારમાં 4 કેસ નોંધાયા છે. 4 કેસમાંથી 2 મહિલા અને 2 પુરુષ છે. તમામ એક્ટિવ કેસના દર્દીને હોમ  આઇસોલેશનમાં સારવાર લઇ રહ્યાં છે.  

રાજ્યમાં કૂલ 1109 એક્ટીવ કેસ

સમગ્ર રાજ્યની વાત કરીએ તો  કેસમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો  છે. 24 કલાકમાં રાજ્યમાં 235 કોરોનાના કેસ નોંધાયા છે. રાજ્યમાં કૂલ 1109 એક્ટીવ કેસ નોંધાયા છે. હાલ સુધી કોરોનાથી કોઈ મૃત્યુના અહેવાલ નથી.

સુરતમાં કોરોનાના વધુ 6 કેસ નોંધાયા

સુરતમાં કોરોનાના વધુ 6 કેસ નોંધાયા છે. અડાજણના BOBના કર્મી ને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પાર્લેપોઇન્ટની મહિલા ફેશન ડિઝાઇનર કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. અત્યાર સુધી શહેરમાં 56 કોરોના કેસ નોંધાયા છે.

છેલ્લા 48 કલાકમાં 769 નવા કેસ

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ, છેલ્લા 48 કલાકમાં 769 નવા ચેપ સાથે ભારતમાં સક્રિય કોવિડ કેસ 6,000 નો આંકડો વટાવી ગયા છે. સત્તાવાર સૂત્રો અનુસાર, કેન્દ્ર સરકાર વધતા કોવિડ કેસોને કારણે સુવિધા-સ્તરની તૈયારી ચકાસવા માટે મોક ડ્રીલ કરી રહી છે. બધા રાજ્યોને ઓક્સિજન, આઇસોલેશન બેડ, વેન્ટિલેટર અને આવશ્યક દવાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે

જાન્યુઆરીથી દેશમાં 65 મૃત્યુમંત્રાલયે જણાવ્યું હતું કે ભારતમાં 6,133 સક્રિય કોવિડ કેસ છે. છેલ્લા 24 કલાકમાં છ વધુ મૃત્યુ થયા છે. સત્તાવાર સૂત્રો અનુસાર, મોટાભાગના કેસ હળવા છે અને તેમને ઘરે એકાંતમાં રાખીને સાજા કરવામાં આવી રહ્યા છે. આ વર્ષે જાન્યુઆરીથી દેશમાં 65 મૃત્યુ થયા છે. 22 મેના રોજ, દેશમાં કુલ 257 સક્રિય દર્દીઓ હતા.