ગાંધીનગર: રાજ્યામાં તહેવારો નજીક આવતા કોરોનાના કેસમાં ફરી વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1035 કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે કુલ 1321 દર્દી સ્વસ્થ થયા છે. રાજ્યમાં કોરોના વાયરસનો રિકવરી રેટ 91.16 ટકા છે.


આજે ગુજરાતમાં કોરોના સંક્રમણથી વધુ 4 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 3751 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 12,036 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી કુલ 1,62,846 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 69 દર્દી વેન્ટીલેટર પર છે અને 11,967 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,78, 633 પર પહોંચી છે.

ક્યાં કેટલા થયા મોત

રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 2, સુરત કોર્પોરેશનમાં 1, ભરુચમાં 1 મળી કુલ 4 લોકોનાં મોત થયા હતા.

આજે કેટલા દર્દી થયા સાજા

રાજ્યમાં આજે કુલ 1321 દર્દી સાજા થયા હતા અને 51,534 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 63,65,202 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 91.16 ટકા છે.