ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસનું સંકમણ સતત વધી રહ્યું છે. રાજ્યમાં આજે કોરોના વાયરસના નવા 1402 કેસ નોંધાયા છે. કોરોના સંક્રમણના કારણે રાજ્યમાં વધુ 12 લોકોના મોત થયા છે. આ સાથે જ કોરોનાથી કુલ મૃત્યુઆંક 3431 પર પહોંચ્યો છે. આજે કુલ 1336 દર્દી સાજા થયા હતા અને 61,316 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 42,93,724 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 85.03 ટકા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 1,14,476 દર્દીઓ સ્વસ્થ થયા છે. રાજ્યમાં 91 દર્દી વેન્ટીલેટર પર છે અને 16,625 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,34,623 પર પહોંચી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 42,93,724 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરતમાં 3, રાજકોટ કોર્પોરેશનમાં 2, સુરત કોર્પોરેશનમાં 2, ભરૂચમાં 1, વડોદરા કોર્પોરેશનમાં મળી કુલ 12 લોકોના મોત થયા હતા. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈકેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈકેલક્યુલેટ કાર લોન ઈએમઆઈકેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ