દીવ: સંઘ પ્રદેશ દીવમાં 15 જેટલા દારુના બાર બંધ કરવામાં આવ્યા છે. છેલ્લા બે-ત્રણ મહિનાથી બાર અને વાઇન શોપમાં એક્સાઈઝ વિભાગ તપાસ કરી રહ્યું હતું. જેને લઈ બાર અને વાઈન શોપ બંધ કરવામાં આવ્યા છે.  જો કે દીવ આવતા પ્રવાસી અને ડ્રીંક્સ કરનારા લોકોની મુશ્કેલી પણ વધી છે.  જ્યારે બાર અને વાઈનશોપમાં કામ કરતા લોકો પણ મુશ્કેલીમાં મૂકાયા છે. એવી પણ ચર્ચા છે કે દીવમાંથી દારૂ ગુજરાતમાં જતો હતો જેના કારણે સતત ચેકીંગ કરાતું હતું.આ સાથે જ નિયમોનું ઉલ્લંઘન થયું હોવાની પણ શક્યતા છે. જેમાં બારમાં દારુની બોટલ સીલ તોડ્યા વિના આપવી કે પછી બારમાં કેટલા પ્રમાણમાં સ્ટોક રાખવો સહિતના નિયમોનો સમાવેશ થાય છે. જો કે બાર અને વાઈન શોપ બંધ થવાને લઈ સાચુ કારણ હજુ સુધી બહાર નથી આવ્યું. 




વાઇન શોપમાં કામ કરનારા લોકોની પણ મુશ્કેલી વધી


બાર અને વાઇન શોપ બંધ થતા બાર માલિકોની સાથે-સાથે દીવ આવનારા પ્રવાસી અને ડ્રીંક્સ કરનારા લોકોની મુશ્કેલી વધી છે. ક્યાંક ને ક્યાંક નિયમોનું ઉલંઘન થયું હોવાની વાતો વહેતી થઈ છે. દીવ બાર અને વાઇન શોપમાં કામ કરનારા લોકોની પણ મુશ્કેલી વધી છે. હવે ક્યારે બાર ખુલશે તે કેહવું મુશ્કેલ છે. હાલ અમુક બાર અને વાઇન શોપ ખુલા છે જ્યાંથી પ્રવાસીઓ અને દીવના લોકો  દારૂની ખરીદી કરી રહ્યા છે. 


સૂત્રો પાસેથી એવું જાણવા મળ્યું કે દીવમાંથી દારૂ ગુજરાતમાં જતો હતો જેના કારણે સતત ચેકીંગ કરાતું હતું. બાર માં દારૂ નો સ્ટોક, 18વર્ષ થી નીચેની વ્યક્તિને દારૂ આપવો, બારમાં દારૂ ની બોટલ સિલ તોડ્યા વગર આપવી આ પ્રકારના અનેક મુદ્ ઓને ધ્યાનમાં લઈને બાર બંધ કરાયા હોવાનું જાણવા મળે છે. 




ગુજરાતીઓ માટે ફરવાનું સૌથી પ્રથમ લોકેશન દીવ છે. ગુજરાતીઓ હરવા ફરવાના અને મોજ મસ્તીના શોખીન હોય છે. રજામાં સહેલાણીઓ દરિયાકિનારે મોજ મસ્તી કરવા  દીવ જતા હોય છે.  ગુજરાતીઓનું ફેવરિટ ડેસ્ટિનેશન દીવ છે. આ સ્થળ પોર્ટુગીઝ શાસનના સમયમાં બનાવવામાં આવ્યું હતું. જોકે, દીવ જવા માંગતા ગુજરાતીઓ માટે આ મહત્વના સમાચાર છે. કારણ કે દીવમાં 15 જેટલા દારુના બાર બંધ કરી દેવામાં આવ્યા છે. છેલ્લા બે-ત્રણ મહિનાથી બાર અને વાઈનશોપમાં એક્સાઈઝ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.