મળતી જાણકારી અનુસાર સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાના નવા 15 કેસ નોંધાયા હતા. સુરેન્દ્રનગર, રતનપર અને વઢવાણ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના નવા કેસ નોંધાયા હતા. શહેરના અલગ અલગ વિસ્તારોમાં મહિલા અને પુરુષો સહિત ૧૧ અને ગ્રામ્ય વિસ્તારોમાં ૪ વ્યક્તિઓ મળી કુલલ ૧૫ વ્યક્તિને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તમામ કોરોના દર્દીઓને સારવાર માટે સુરેન્દ્રનગરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
નોંધનીય છે કે ગુજરાતમાં પ્રથમવાર એક જ દિવસમાં કોરોનાના કેસ 700ને પાર પહોંચ્યા હતા. રાજ્યમાં 24 કલાકમાં નવા 712 કેસ સાથે કોરોના સંક્રમિતોની સંખ્યા પહોંચી 35 હજારને પાર પહોંચી ચૂકી છે જ્યારે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 1927 પર પહોંચ્યો હતો.