સિંજીવાડામાં લગ્ન પ્રસંગમાં ભોજન બાદ લથડી તબિયત, 150થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગ
ખેડાના સિંજીવાડા ગામમાં લગ્ન પ્રસંગમાં ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે. ભોજન સમારંભ બાદ અચાનક મોટી સંખ્યામાં લોકોની તબિયત લથડી છે. ગામમાં અંદાજે 150 જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી છે

ખેડાના સિંજીવાડા ગામમાં લગ્ન પ્રસંગમાં 150 લોકોને ફૂડ પોઈઝનિંગ થતા લગ્નનો પ્રસંગ ચિંતાજનક પરિસ્થિતિમાં ફરેવાઇ ગયો. ભોજન સમારંભ બાદ અંદાજે 150થી વધુ લોકોની તબિયત લથડી હતી. મીઠાઈ અને આઈસ્ક્રીમ ખાધા બાદ 150 લોકો તબિયત બગડી હોવાનો ગ્રામજનોએ દાવો કર્યો હતો. એક સાથે આટલી મોટી સંખ્યામાં લોકોની તબિયત લથડતા હોસ્પિટલ દર્દીઓની ઉભરાઈ ગઇ હતી. મમાં ફૂડ પોઈઝનિંગની જાણકારી મળતા જ આરોગ્ય વિભાગની ટીમો, નાયબ મામલતદાર અને માતરના ધારાસભ્ય દોડી આવ્યા હતા. સ્થિતિ એવી વણસી હતી કે, અસરગ્રસ્ત કેટલાક લોકોને સ્થળ પર જ સારવાર આપવાની ફરજ પડી હતી. આરોગ્ય વિભાગની ટીમે પણ ગામમાં ઘેર-ઘેર જઈ સર્વે શરૂ કર્યો હતો. આ ઉપરાંત શંકાસ્પદ ખોરાકના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે.
ખેડાના સિંજીવાડા ગામમાં લગ્ન પ્રસંગમાં ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે. ભોજન સમારંભ બાદ અચાનક મોટી સંખ્યામાં લોકોની તબિયત લથડી છે. ગામમાં અંદાજે 150 જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી છે. લગ્નમાં મીઠાઈ અને આઈસ્ક્રીમ ખાધા બાદ તબિયત બગડી હોવાનું સામે આવ્યું છે. તેમજ દર્દીઓના ધસારાને કારણે ગામના તમામ ક્લિનિકો ઉભરાયા છે. 4 થી 5 વ્યક્તિઓની હાલત ગંભીર જણાતા તારાપુર રેફર કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા જ આરોગ્ય વિભાગની ટીમ સિંજીવાડા દોડી આવી હતી. ગામમાં હાલ આરોગ્ય વિભાગ દ્વારા સર્વે અને સારવારની કામગીરી ચાલુ કરવામાં આવી હતી. એકસાથે આટલી મોટી સંખ્યામાં લોકો બીમાર પડતા પંથકમાં દોડધામ થઈ હતી.
નવસારીના અમલસાડ લગ્નમાં જમણવારમાં ફૂડ પોઇઝનિંગ
નવસારીના અમલસાડ ગામે એક લગ્ન સમારંભ દરમિયાન મોટી સંખ્યામાં લોકોને ફૂડ પોઇઝનિંગના લક્ષણો જોવા મળ્યા હતા. લગ્નમાં જમણવાર બાદ વરરાજા સહિત જાનૈયાઓને ઝાડા અને ઉલ્ટી થતાં લગ્નનો પ્રસંગ ચિતાજનક સ્થિતિમાં ફેરવાય ગયો હતો. ગામના આરોગ્ય વિભાગના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, આશરે 70થી વધુ લોકોમાં ફૂડ પોઇઝનિંગ અસર જોવા મળી હતી.
12 જાનૈયાઓની તબિયતમાં વધુ લથડતા તાત્કાલિક રીતે નજીકની આરોગ્ય સંસ્થા, જલાલપોર CHC ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. આ જમણવારમાં અંદાજે એક હજાર લોકોએ ભોજન લીધું હોવાના અહેવાલ છે. પરિસ્થિતિને જોતા જિલ્લા આરોગ્ય વિભાગે તાત્કાલિક કામગીરી હાથ ધરતાં 40 આરોગ્યકર્મીઓની ટીમ ઉતારી છે.























