Gujarat Rain update: રાજ્ય પર સર્જાયેલા બે સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે આગામી સાત દિવસ રાજ્યના અલગ અલગ જિલ્લાના છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ..આજે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરાઈ છે.. તો સાથે જ ઉત્તર ગુજરાતના અરવલ્લી અને મધ્ય ગુજરાતના મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા અને છોટા ઉદેપુર જિલ્લામાં પણ વરસાદ વરસી શકે છે..દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ વરસી શકે છે.. તો સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ પ્રિ-મોનસૂન એક્ટિવિટીનો વરસાદ વરસી શકે છે.. વરસાદની સાથે જ પવનની ગતિ પણ 50થી 60 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની સંભાવના છે.. પ્રિ-મોનસૂન એક્ટિવિટીના કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે.. જેના કારણે મોટાભાગના જિલ્લાઓમાં ગરમીનો પારો ત્રણથી ચાર ડિગ્રી ઘટ્યો છે.. આગામી એક બે દિવસમાં હજુ પણ ગરમીનો પારો ઘટવાની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે.. હવામાન વિભાગ મુજબ આજે કેરળમાં ચોસામાની સત્તાવાર એન્ટ્રી થવાની શક્યતા છે.. કેરલમમાં ચોમાસાનું આગમન થયા બદ ધીમે ધીમે આગળ વધશે.. ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂન આસપાસ ચોમાસું બેસવાની શક્યતા છે..
દેશમાં ચોમાસાની ઋતુ શરૂ થવાની છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે ગમે ત્યારે કેરળ અને તમિલનાડુમાં ચોમાસુ આવી શકે છે. 24 કલાકમાં પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતમાં ઘણી જગ્યાએ ભારે વરસાદની આગાહી છે. રાજસ્થાનના કેટલાક ભાગોમાં ધૂળની આંધી અને કરા પડવાની શક્યતા છે. કેરળ અને કર્ણાટકમાં પણ ભારે વરસાદની આગાહી છે. આંદામાન અને નિકોબાર ટાપુઓમાં પણ ભારે વરસાદ પડશે. આ દરમિયાન, તાપમાનમાં વધુ ઘટાડો થશે, જેનાથી ગરમીથી રાહત મળશે.
આ પણ વાંચો: આગામી ત્રણ કલાક રાજયના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, 61 કિમીની ઝડપે ફૂંકાઈ શકે છે પવન
IMD મુજબ, આગામી 5 થી 7 દિવસમાં કેરળના ઘણા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. કેટલીક જગ્યાએ 7 થી 20 સેમી વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે કેરળના ઘણા જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની, નદીઓ છલકાઈ જવાની અને ભૂસ્ખલન થવાની સંભાવના છે.
ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં કરા પડવાની શક્યતાપશ્ચિમી વિક્ષોભ સક્રિય થવાને કારણે પહાડી રાજ્યોમાં હવામાન ખુશનુમા રહેશે. હિમાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોમાં કરા પડવાની ચેતવણી જાહેર કરવામાં આવી છે, જ્યારે ઉત્તરાખંડના ઘણા ભાગોમાં વરસાદ અને ભારે પવન ફૂંકાશે.
બિહારમાં ઉનાળાની ગરમી ચાલુ રહેશેહાલ સુધી ભેજવાળી ગરમી બિહારને ત્રાસ આપતી રહેશે. હવામાન વિભાગ (IMD) અનુસાર, આ અઠવાડિયાના અંત સુધીમાં બિહારના ઘણા જિલ્લાઓમાં તીવ્ર ગરમીની સ્થિતિની આગાહી છે.
