ગાંધીનગર:  હેડ ક્લાર્ક પેપર લીક કાંડમાં વધુ બે આરોપીઓની અટકાયત કરવવામાં આવી છે. ઉંછા ગામના જશવંત પટેલ અને પોંગલુના મહેંદ્ર પટેલની અટકાયત કરવામાં આવી છે. જશવંત પટેલ અને મહેંદ્ર પટેલ બંને વેવાઈ હોવાની  જાણકારી સામે આવી છે.   ગૌણ સેવા પસંદગી મંડળે લીધેલી હેડકલાર્કની પરીક્ષાનું પેપર લીક થયું હોવાનો સરકારે કર્યો છે. પેપર લીક કરનાર 10 પૈકી 6 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે બે આરોપીની અટકાયત કરવામાં આવી છે. 2 આરોપીઓ હજુ ફરાર છે. તમામ સામે સાબરકાંઠા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.


મહેન્દ્ર પટેલ પોગલું ગામની ગ્રામ પંચાયત ચૂંટણીમાં સરપંચ પદનો ઉમેદવાર છે. પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આરોપી મહેન્દ્ર પટેલ ગ્રામ પંચાયતની ચૂંટણીની કામગીરીમાં વ્યસ્ત હતા તે દરમિયાન જ પરીક્ષાર્થીઓના ઘરે દેખાયા હતા. આરોપી મહેન્દ્ર પટેલ ગ્રામ પંચાયતની ચૂંટણી લડવા જોર શોરથી તૈયારી કરી રહ્યા હતા. સરપંચના ઉમેદવાર તરીકે મહેન્દ્ર પટેલના પ્રાંતિજના પોગલુ ગામમાં બેનર પણ ગામમાં લાગેલા છે.


પોલીસ દ્વારા આ સમગ્ર ઘટનાની વિગતો એકત્ર કરવામાં આવી રહી છે. તેમજ આ કેસના ખૂટતી કડીઓને એકત્ર કરીને ઝડપથી આ કેસના મૂળ સુધી પહોંચવા માટે પોલીસ કામે લાગી છે. આ અંગે ગાંધીનગર પોલીસના રેન્જ આઇજી અભયસિંહ ચુડાસમાએ જણાવ્યું છે કે આ કેસની તપાસ ખૂબ જ ઝડપથી કરવામાં આવી રહી છે. તેમજ આ કેસમાં સંડોવાયેલા તમામ લોકોને પોલીસ ઝડપથી પકડીને આ સમગ્ર રેકેટ કેવી રીતે ચાલતું હતું તે અંગે ખુલાસો કરશે.


પેપરકાંડમાં સૌથી મોટો ધડાકોઃ આ રહ્યા હેડ ક્લાર્કની પરીક્ષાના પેપર ફોડનારા આરોપીઓ


પ્રાંતિજઃ ગૌણ સેવા પસંદગી મેંડળે લીધેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયાની સરકારે આજે પત્રકાર પરીષદમાં કબૂલાત કરી હતી. હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક કરવના ગુનામાં સાબરકાંઠાના પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ છે. પેપર લીક કરનાર 10 પૈકી 6 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે બે આરોપીની અટકાયત કરવામાં આવી છે. 2 આરોપીઓ હજુ ફરાર છે.  પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં 406, 420, 409, 120 મુજબ ગુનો દાખલ કરાયો છે. 



પેપરકાંડના આરોપીઓ
ધ્રુવ બારોટ, ચિંતન પટેલ –પ્રાંતિજના વડરાડનો દર્શન વ્યાસ-હિંમતનગર ધ્રુવ બારોટ- મહેશ પટેલ- ન્યૂ રાણીપ કોણીયોલ- કુલદીપ હિંમતનગર તાજપુરી-સુરેશ પટેલ, જશવંત પટેલ, મહેંદ્ર પટેલ.



જોકે, ગૌણ સેવા પસંદગી મંડળનો કર્મચારી લીકકાંડમાં જોડાયેલો છે કે નહીં તે અંગે સ્પષ્ટતા નહીં. આરોપીઓએ વિદ્યાર્થીઓ સાથે હોટલમાં ભોજન લીધા બાદ ફાર્મ હાઉસમાં પેપર સોલ્વ કરાવ્યું. ફૂટેલું પેપર 3 અલગ અલગ જગ્યાએ સોલ્વ કરવામાં આવ્યું હતું. પ્રાંતિજ પોલીસ સ્ટેશનથી આરોપીઓના નામ જાહેર થશે. આરોપીઓએ પેપર ફોડી એક ફાર્મ હાઉસમાં બેઠક કરી હતી.