Virpur News:સુરતના અમરોલી ખાતેના એક સત્સંગ દરમિયાન વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાનપ્રકાશે જલારામ બાપા વિશે કરેલી વિવાદાસ્પદ વાતો કરી હતી. આ વિવાદાસ્પદ નિવેદનને લઇને રઘુવંશી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. હવે રઘુવંશી સમાજે માંગણી કરી છે કે,  વીરપુર આવીને જ્ઞાન પ્રકાશ સ્વામી તેમના નિવેદનની માફી માંગી. જ્ઞાન પ્રકશને આ માટે આગામી  48 કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. જો તેઓ માફી નહિ માગે તો  આગામી રણનીતિ  2 દિવસ બાદ આ મામલે જાહેર કરવામાં આવશે,  

જ્ઞાન પ્રકાશ સ્વામીએ આપેલા નિવેદનને લઇને થયેલા વિવાદ બાદ આ મામલે વીરપુર ગ્રામ પંચાયતમાં એક બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં આજ અને કાલ બે દિવસ વીરપુર સજ્જડ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. રઘુવંશી સમાજના અગ્રણીઓ અને જલારામ બાપાના વંશજ સહિત  લોકોએ  જ્ઞાનપ્રકાશ સ્વામીને 24 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે આ સમય દરમિયાન આવતી કાલે સાંજ સુધીમાં સ્વામી જ્ઞાન પ્રકાશને માફી માંગવાનું કહેવામાં આવ્યું છે.

આખરે મામલો શું છે.

સુરતના અમરોલી ખાતેના એક સત્સંગ કાર્યક્રમમાં જ્ઞાન પ્રકાશ સ્વામીએ ગુણાતિતાનંદ સ્વામી  અને જલારામ બાપાને લઇને કેટલાક પ્રસંગો રજૂ કર્યાં હતા. આ પ્રસંગોનું વકતવ્ય આપતા તેમણે એવું જણાવ્યું હતું કે, જલારામ બાપાએ ગુણાતિતાનંદજી સેવા કરી હતી અને તેમને સદાવ્રત અખંડ ચાલે તેવા આશિષ આપ્યાં હતા. આ આશિષના કારણે  આજે પણ સદાવ્રત ચાલી રહ્યું છે. આ તમામ પ્રસંગને જે રીતે જ્ઞાન પ્રકાશ સ્વામીએ રજૂ કર્યાં તેને લઇને રધુવંશી સમાજ અને જલારામ બાપાના ભક્તોમાં રોષ છે. ભક્તોનું કહેવું છે કે, વિરપુર ગામમાં 205 વર્ષ પહેલાં જલારામ બાપાએ વીસ વર્ષની ઉંમરે સદાવ્રત-અન્નક્ષેત્ર શરૂ કર્યું હતું. અમરેલીના ફતેપુર ગામના પૂજ્ય ભોજલરામ એક જ માત્રા જલા બાપા ગુરૂ હતા આ  ગુરૂના આદેશથી વિક્રમ સંવત 1876ની મહાસુદ બીજના દિવસથી વીરપુરમાં સદાવ્રત ચાલી રહ્યું છે.

જ્ઞાન પ્રકાશ સ્વામીના આ નિવેદનથી હવે જલારામ બાપાના ભક્તોમાં આક્રોશ છે. જો કે આ સમગ્ર મામલે જ્ઞાન પ્રકાશ સ્વામીએ જલારામ બાપા અને તેમના ભક્તોની માફી માગતો એક વીડિયો પણ જાહેર કર્યો હતો. જો કે હજુ પણ આ ઘટનાને લઇને ભક્તોમાં વિરોધ શમ્યો નથી અને ભક્તો રૂબરૂ વીરપુર આવીને માફી માંગી તેવી માંગણી કરી રહ્યાં છે.