બોટાદઃ બોટાદ કોંગ્રેસને વિધાનસભા ચૂંટણી પહેલા ઝટકો લાગ્યો છે. ભદ્રાવાડી ગામે 250 કોંગ્રેસ કાર્યકરોએ કોંગ્રેસનો હાથ છોડી ભાજપનો ખેશ ધારણ કર્યો છે. સૌરભ પટેલ હાથે  સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસ કાર્યકરોએ ભારતીય જનતા પાર્ટીનો  ખેશ ધારણ કર્યો હતો.



કોંગ્રેસમાં નવા-જુનીના એંધાણઃ આજે ફરીથી કોંગ્રેસના G23 ગ્રુપની બેઠક મળી, જાણો બેઠકમાં શું થયું


ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરમાં કોંગ્રેસની હાર બાદ પાર્ટીમાં નવેસરથી વિખવાદ શરુ થયો છે. આજે ફરી એકવાર કોંગ્રેસના G23 જૂથના નેતા ગુલામ નબી આઝાદના નિવાસસ્થાને બેઠક યોજાઈ હતી. આઝાદના ઘરે આયોજિત મિટિંગમાં કપિલ સિબ્બલ અને હરિયાણાના પૂર્વ સીએમ ભૂપેન્દ્ર હુડ્ડા પહોંચ્યા હતા. આ નેતાઓએ બેઠકમાં આગળની રણનીતિ અંગે ચર્ચા કરી હોવાનું કહેવાઈ રહ્યું છે.


આ પહેલાં ગઈકાલે બુધવારે પણ જી23 જૂથના નેતાઓએ આઝાદના ઘરે બેઠક કરી હતી. કપિલ સિબ્બલ, આનંદ શર્મા, મનીષ તિવારી, અખિલેશ પ્રસાદ સિંહ, પૃથ્વીરાજ ચૌહાણ, મણિશંકર ઐયર, પીજે કુરિયન, સંદીપ દીક્ષિત, પરિણીત કૌર, શશિ થરૂર, રાજ બબ્બર, રાજીન્દર કૌર ભટ્ટલ, કુલદીપ શર્મા અને ભૂપેન્દ્ર હુડ્ડા સહિત ઘણા નેતાઓએ બેઠકમાં હાજરી આપી હતી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે ​​હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપિન્દર સિંહ હુડ્ડા સાથે મુલાકાત કરી હતી.



ઉલ્લેખનીય છે કે, G23 ગ્રુપમાં રહેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલે તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ગાંધી પરિવારે કોંગ્રેસ પાર્ટીનું નેતૃત્વ છોડીને કોઈ બીજા નેતાને તક આપવી જોઈએ. સિબ્બલના આ નિવેદન પર ગાંધી પરિવારના નેતાઓએ પલટવાર કર્યો હતો.


G23 જૂથના નેતાઓ નિશાન પરઃ
G23 નેતાઓની બેઠક અંગે લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે સોનિયા ગાંધી દરેક કોંગ્રેસી સાથે વાતચીત માટે તૈયાર છે. આ સમયે  જ્યારે આપણે સાથે મળીને લડવાની જરૂર છે, ત્યારે કેટલાક રાજકારણીઓ (G23 નેતાઓ) પાર્ટી વિરુદ્ધ નિવેદનબાજી કરી રહ્યા છે. જો તેમનો ઈરાદો સાચો હોય તો સોનિયા ગાંધી સાથે વાત કેમ ન કરી?









બુધવારે યોજાયેલી G23 બેઠક બાદ એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, અમે કોંગ્રેસ પાર્ટીના સભ્યોએ વિધાનસભા ચૂંટણીના પરિણામો અને પાર્ટીમાંથી જે નેતાઓ પાર્ટી છોડીને ગયા છે તે અંગે ચર્ચા કરી હતી. "અમે માનીએ છીએ કે કોંગ્રેસ માટે આગળનો એકમાત્ર રસ્તો સામૂહિક અને સમાવેશી નેતૃત્વની વ્યવસ્થા અપનાવવાનો છે અને દરેક સ્તરે નિર્ણયો લેવાનો છે." તેમણે વધુમાં કહ્યું હતું કે, “ભાજપનો વિરોધ કરવા માટે કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરવી જરૂરી છે. અમે માંગ કરીએ છીએ કે કોંગ્રેસ તમામ સમાન વિચારધારા ધરાવતી અન્ય પા