Rain Update: ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં છેલ્લા 2 દિવસ ભારેથી અતિભારે વરસાદ આફતરૂપ બન્યો છે. વરસાદની અસર વાહન વ્યવહાર પણ ઠપ્પ થયો છે એસટીની 262 ટ્રીપ રદ કરવામાં આવી છે.
સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં મેઘતાંડવની સ્થિતિ છે. ભારે વરસાદના કારણે કેટલા રસ્તા બંધ થઇ ગયા છે તો કોઝવે ધોવાઇ ગયા છે. રાજ્યના 134 રોડ- રસ્તા વાહન-વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યાં છે તો 9 સ્ટેટ હાઈવે અને 111 પંચાયત હસ્તકના રોડ બંધ કરવાની ફરજ પડી છે. જેની અસર એસટી વ્યવહાર પર પણ પડી છે. ભારે વરસાદના કારણે 262 ટ્રીપ રદ કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં પડી રહેલા ભારે વરસાદના પગલે રાજકોટ એસ.ટી ડિવીઝને કેટલીક ટ્રીક રદ કર્યાની જાહેરાત કરી છે. જૂનાગઢ જિલ્લામાં 35 બસોની 250 ટ્રીપ કરવામાં રદ કરવામાં આવી છે. તો અમરેલી જિલ્લાની 10 ટ્રીપ પણ રદ કરવામાં આવી છે. દ્વારકા અને સોમનાથ જિલ્લાની બે ટ્રીપ પણ રદ કરવામાં આવી છે.
સૌરાષ્ટ્રમાં વરસેલા ભારે વરસાદની અસર ટ્રેન વ્યવહાર પર પણ પડી છે. વેરાવળ- તિરૂવનંતપુરમ ટ્રેન વેરાવળના બદલે અમદાવાદથી દોડશે. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે વેરાવળ યાર્ડમાં પાણી ભરાયા હોવાથી રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. અનેક સ્થળોએ રેલવે ટ્રેક પરથી પાણી ફરી વળતા ટ્રેન વ્યવહાર પણ ખોરવાયો છે.
આ પણ વાંચો
ISKCON Bridge Accident: કોણ હતો એ નબીરો જેણે નવ લોકોને કચડ્યા ? તેનો બાપ જમીન કૌભાંડનો પણ આરોપી
છેલ્લા 24 કલાકમાં 201 તાલુકામાં વરસાદ, સૌરાષ્ટ્રમાં તારાજી; માંગરોળમાં સૌથી વધુ 14 ઇંચ
શેરબજારમાં સતત પાંચ દિવસની તેજીને લાગી બ્રેક, સેન્સેક્સ-નિફ્ટીમાં સુસ્ત શરૂઆત, આઈટી સ્ટોકમાં કડાકો
Join Our Official Telegram Channel: