દ્વારકા: ખંભાળિયા પાસે કુંવાડિયાના પાટિયા નજીક પગપાળા જતા સંઘની ડીજેની ગાડીમાંથી પટકાતા એકનું મોત નિપજ્યું છે. ડીજેની ગાડીમાંથી નીચે પટકાતા ગંભીર રીતે યુવાનને ખંભાળિયા હોસ્પિટલ ખસેડાયો ત્યાં ફરજ પરના તબીબે યુવાનને મૃત જાહેર કર્યો હતો. મૃતકનું નામ નિલેશ ધનજી કણજારીયા છે અને તેમની ઉંમર 27 વર્ષની હતી. મૃતક ખંભાળિયા ગામનો રહેવાસી હોવાની વાત સામે આવી છે.
CNG પંપ સંચાલકોની હડતાલને લઈને સામે આવ્યા મોટા સમાચાર
CNG પંપ સંચાલકોની હડતાલને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. 3 માર્ચથી કરવામાં આવેલી હડતાલની જાહેરત હવે મોકૂફ રાખવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, CNGમાં કમિશન મુદ્દે હડતાળની જાહેરાત કરવામાં આવી હતી. નોંધનીય છે કે, આ પહેલા સીએનજી પંપના સંચાલકોએ આવતીકાલથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતારવાની ચીમકી ઉચ્ચારી હતી ત્યારે આજે વહેલી સવારથી જ સીએનજી પમ્પ પર સીએનજી ધારકોની ભારે ભીડ જોવા મળી હતી. સીએનજી ડીલર્સ એસોસિએશનની બેઠકમાં ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન બંધના એલાનને સમર્થન આપ્યું હતું અને એસોસિએશનની માંગ છે ઓઇલ કંપની પાસે જમા કમિશન રિલીઝ કરવામાં આવે. સંચાલકો મુજબ છેલ્લા 55 મહિનાથી સીએનજીના વેચાણનું માર્જિન નથી વધારાયું. સરકારને રજૂઆતો પણ કરવામાં આવી છે પરંતુ હજુ સુધી તેમની માંગો સ્વીકારવામાં નથી આવી અને એટલા જ માટે આવતીકાલથી ચોક્કસ મુદ્દતે આ સીએનજી સંચાલકો હડતાલ પર ઉતરવાના હતા. જો કે, છેલ્લા ઘડીએ આ હડતાલ મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
રાજ્યમાં માવઠાની વચ્ચે હવામાન વિભાગે ક્યાં કરી હિટવેવની આગાહી ?
રાજ્યમાં ગરમી વચ્ચે હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જે મુજબ 4,5,6 તારીખે ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં માવઠાની આગાહી છે. પવનોનો દિશા બદલાતા બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થઈ છે. જેના પગલે વડોદરા, ડાંગ, છોટાઉદેપુર, મહીસાગર, નર્મદા,નવસારી, કચ્છ,ભાવનગર, પોરબંદર, જૂનાગઢ ભાવનગર અને અમરેલીમાં કમોસમી વરસાદની આગાહી છે.
ગીર સોમનાથમાં હિટવેવની આગાહી