ખેડા: ખેડામાં દારુની મહેફિલ બાદ પોલીસ અધિકારીઓ વચ્ચે છુટ્ટા હાથની મારામારી થઈ હતી. PI વચ્ચેની આ મારામારીનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. હવે આ મારામારીની ઘટનાને લઈ ખેડા જિલ્લા પોલીસવડા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે.  ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદ ખાતે બનેલી ઘટનાએ સમગ્ર ગુજરાત પોલીસની આબરૂને દાવ પર લગાવી દીધી છે. 


વાયરલ થયેલા વિડીયોમાં ખેડા જિલ્લા પોલીસના ત્રણ પોલીસ ઈન્સ્પેક્ટર સહિત કુલ 6 જણા દેખાય છે. ડાઈનીંગ ટેબલ પર ચાલી રહેલી કથિત દારૂની મહેફિલ દરમિયાન બે જણા કોઈ વાતને લઈને ઝગડી કરે છે.  મારામારી પર ઉતરી આવ્યા હતા. આ દરમિયાન તેનો વીડિયો પણ સામે આવ્યો છે. 


લીવ રિઝર્વમાં મુકેલા ત્રણ PI સામે કડક પગલાં લેવામાં આવ્યા છે.  ત્રણ પીઆઇને પોલીસ વિભાગે સસ્પેન્ડ કર્યા છે.  નડીયાદ ટાઉન પીઆઇ હરપાલ ચૌહાણને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.  નડીયાદ પશ્ચિમના પીઆઇ યશવંત ચૌહાણને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.  વડતાલ પીઆઇ આર કે પરમારને પણ  સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.  અગાઉ પોલીસ વિભાગ દ્વારા ત્રણેય અધિકારીઓને લીવ રિઝર્વ પર મૂકાયા હતા. 



વેરાવળ બંદર પરથી 350 કરોડના ડ્રગ્સમાં રાજકોટ કનેક્શન


ગીર સોમનાથના વેરાવળ બંદર પરથી 350 કરોડનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. આ કેસમાં આરોપીઓની પૂછપરછ કરવામાં આવી હતી. આ પૂછપરછમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. આરોપી ધર્મેન્દ્ર કશ્યપની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે. આ ડ્રગ્સનો જથ્થો ઓમાન બંદરેથી ચડાવવામાં આવ્યો હતો. યારબાબ નામના માફિયાએ ડ્રગ્સનો જથ્થો રવાના કર્યો હતો.  ગીર સોમનાથમાં ઝડપાયેલો ડ્રગ્સનો જથ્થો રાજકોટમાં ઘૂસાડવાનો હોવાનો ખુલાસો થયો છે. ઈરાનથી મૂર્તઝા નામના શખ્સે ડ્રગ્સ ઓમાન મોકલ્યું અને ત્યાંથી રાજકોટ મોકલવાનું હોવાનો ખુલાસો થયો છે. 


ડ્રગ્સનો જથ્થો લેવા મોકલનાર અને અન્ય સ્થળે રવાના કરવાની સૂચના આપનાર જોડિયાનો ઇશાક હાલ દક્ષિણ આફ્રિકામાં હોવાનું જાણવા મળી આવ્યું છે. ઇશાક દક્ષિણ આફ્રિકામાં બેઠા-બેઠા લોકેશન મોકલી સૂચનાઓ આપતો હતો. 


બજાર કિંમત આશરે 350 કરોડ હોવાનું સામે આવ્યું


ગુજરાતના દરિયાકાંઠે ફરી એકવાર કરોડો રુપિયાનું ડ્રગ્સ ઝડપાઈ જવાની ઘટના સામે આવી છે. વેરાવળ બંદરના નલિયા ગોળી કાંઠે રેડ કરતા હેરોઇન ડ્રગ્સના કુલ રૂ.૩૫૦ કરોડના ૫૦ કિલો સિલ બંધ પેકેટનો જથ્થો પકડીને કાર્યવાહી કરવામાં આવી હતી. SOG એ NDPS દ્વારા રેડ કરતા હેરોઈન ડ્રગ્સના કુલ 50 કિલો સીલ બંધ પેકેટ  મળી આવ્યા હતા. જેની બજાર કિંમત આશરે 350 કરોડ હોવાનું સામે આવ્યું છે.