સુરેન્‍દ્રનગર:  સુરેન્‍દ્રનગરમાં મોડીરાત્રે અમદાવાદ હાઈવે ઉપર ગમખ્‍વાર અકસ્‍માતની ઘટના બની હતી. આ ભયંકર અકસ્‍માતમાં ત્રણ યુવકોના મોત નીપજ્યા છે. માલવણ અમદાવાદ હાઇવે ઉપર આવેલા અદાણી ગેસ પંપ નજીક આ અકસ્‍માતની ઘટના બની હતી. અકસ્‍માતમાં ઘટના સ્‍થળે ત્રણ લોકોના મોત નીપજ્‍યા છે.  આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. આ અકસ્માતની ઘટનાને લઈ પોલીસે તપાસ હાથ ધરી છે.  અકસ્માત એટલો ભયાનક હતો કે, કારની બોડી ચીરી અને 3 યુવકોના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા. 


આ અકસ્‍માતની ઘટાનામાં  ટેન્‍કર પાછળ i20 કાર ઘુસી જતા ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી.  i20 કાર પુર ઝડપે આવતી હતી તે દરમિયાન ટેન્‍કર પાછળ આ કાર ઘૂસી ગઈ હતી. કારમાં સવાર ત્રણ યુવકોના મોત નીપજ્‍યા હતા.   પોલીસે ઘટના સ્‍થળે  પહોંચી તપાસ હાથ ધરી હતી. ત્રણેય યુવકોના મળતદેહોને પીએમ માટે પાટડી સરકારી હોસ્‍પિટલ ખાતે લઈ જવામાં આવ્‍યા હતા. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ ગેસ પંપના સીસીટીવી કેમેરામાં કેદ થયા છે અકસ્‍માત એટલો ગંભીર થયો કે કારની બોડી ચીરી અને ત્રણેય યુવકોની ડેડ બોડીને બહાર કાઢવામાં આવી હતી. અકસ્માતને પગલે હાઇવે ઉપર પણ લાંબી વાહનોની કતારો લાગી ગઈ હતી.


અકસ્માતમાં કારનો બુકડો બોલી ગયો હતો. કારનો આગળનો ભાગ કચ્ચરઘાણ નિકળી ગયો હતો,  ત્રણેય યુવકો કારમાં ફસાયા હતા. કારની બોડી ચીરીને યુવકોના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. 


આ ભયાનક અકસ્માતમાં કારમાં સવાર બે યુવકોના ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યા હતા. જ્યારે એક યુવકને સારવાર માટે લઈ જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં જ મૃત્યુ નિપજ્યું હતું. આમ આ અકસ્માતમાં ત્રણ યુવકોને કાળ ભરખી ગયો હતો. 


મૃતકોના નામ
1. વસીમ ખાન બિસ્મિલ્લા ખાન મલેક (રહે. ગેડીયા, તા.પાટડી)
2. સાહિલ ખાન હુસેન ખાન (રહે.ખેરવા, તા. પાટડી) 
3. હજરત ખાન દિવાન (રહે. કારેલીયા, તા. લખતર) 


સંતરામપુરમાં ST બસની ટક્કરથી પતિ-પત્નીનું મોત


મહીસાગરના સંતરામપુરમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મળતી જાણકારી અનુસાર મહીસાગરના સંતરામપુરમાં એસ.ટી બસે અડફેટે લેતા બે લોકોના મોત થયા હતા. જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.


એસટી બસે મોપેડ અને તુફાન ગાડીને ટક્કર મારી હતી. અકસ્માતમાં એક પુરુષ અને એક મહિલાનું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. સંતરામપુર પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.


સંતરામપુર બાયપાસ રોડ ઉપર સર્જાયેલ અકસ્માત બાબતે બસ ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. બસ ચાલકે ઓવરટેક કરવા જતા અકસ્માત સર્જ્યો હોવાના આરોપ સાથે ફરિયાદ નોંધવામાં આવી હતી. મોહનભાઈ પ્રજાપતિ અને સવિતાબેન પ્રજાપતિ બંને પતિ પત્નીનું અકસ્માતમાં મોત થયું હતું. જ્યારે અન્ય બેને ઇજાઓ પહોંચી હતી. સંતરામપુર પોલીસ સ્ટેશનમાં બસ ચાલક વિરુદ્ધ મોડી રાત્રે ફરિયાદ નોંધાઈ હતી.