કચ્છ: ખાવડા નજીકના બાંધા ગામ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. બાઇક અને ખનીજ ભરીને જઇ રહેલા ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો છે. અકસ્માતમા બાઇક સવાર 3 લોકોના મોત થયા છે. મૃત્ક તમામ ભુજ તાલુકાના દિનારા ગામના હોવાનુ સામે આવ્યું છે. ખાવડા પોલિસે વધુ તપાસ હાથ ધરી છે. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી મચી ગઈ છે.
પોલીસ કોન્સ્ટેબલ IPSની જાસૂસી કરે આ ગુજરાત મોડલ છે: ઈસુદાન ગઢવી
આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. ઈસુદાન ગઢવીએ ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, પોલીસ દારૂનો વેપલો કરે છે. 2 પોલીસ કર્મચારી 15 પોલીસ કર્મચારીની જાસૂસી કરે છે. 600 લોકેશન બુટલેગરને મોકલાયા હોવાનો પણ ઈસુદાને આક્ષેપ કર્યો છે.
ઈસુદાન ગઢવીએ વધુમાં કહ્યું કે, પોલીસ અરવલ્લીમાં દારૂની ખેપ કરતા પકડાય છે. બોટાદમાં 9 વર્ષની બાળકી પર ગેંગરેપ અને ત્યારબાદ હત્યા કરવામાં આવે છે. છતા પણ કોઈ ઉચ્ચ અધિકારી જવાબ નથી આપતા. ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં 7041 બાળકીઓ પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. રોજ 6-7 બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવે છે. 195 કેસોમાં જ ગુનેગાર પકડાયા છે. સરકાર-મુખ્યમંત્રી પોતે કાયદો વ્યવસ્થાનું મોનીટરીંગ કરે. બુટલેગર પોલીસ પાસેથી દારૂ ખરીદે છે. સંડોવાયેલ ઉચ્ચ હોદ્દેદારોને પદ પરથી દૂર કરવામાં આવે તેવી તેમણે માગ કરી છે. પોલીસ કોન્સ્ટેબલ IPSની જાસૂસી કરે આ ગુજરાત મોડલ છે. બિહાર જેવા રાજ્યો એક સમયે ગુન્હાખોરી માટે જાણીતા હતા તેની જગ્યાએ ગુજરાત ગુન્હાખોરીનું હબ બન્યું છે.
રાજ્યમાં ફરી ઠંડી બોલાવશે ભુક્કા
Gujarat Weather Update: રાજ્યમાં રાજ્યમાં ઠંડીને લઈને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. જે મુજબ રાજ્યમાં 24 કલાક બાદ ઠંડી વધી શકે છે. ગુજરાતમાં આગામી 24 કલાક બાદ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી ઘટી શકે છે. હાલમાં રાત્રીનું તાપમાન નોર્મલ છે, અમદાવાદમાં 10 ડિગ્રીથી નીચું તાપમાન રહી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ફરીથી ઠંડીનો ચમકારો અનુભવાશે.
24 કલાક બાદ પવનની દિશા પણ બદલાશે