અમરેલી જિલ્લાના ગામડાઓમાં કોરોનાનું સંક્રમણ વધતા કુલ 34 ગામોને કંટેઈમેંટ ઝોન તરીકે જાહેર કર્યા છે. જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડીને 34 ગામોને કંટેઈમેંટ ઝોન તરીકે જાહેર કર્યા છે. આઠ તાલુકાના 34 ગામડાઓની વાત કરીએ તો અમરેલી તાલુકાના સાત ગામ, બાબરા તાલુકાના પાંચ ગામ, ધારી તાલુકાના છ ગામ, સાવરકુંડલા તાલુકાના ત્રણ ગામ, વડિયા તાલુકાના છ ગામ, લાઠી તાલુકાના ચાર ગામ અને બગસરા, લિલિયા અને ખાંભા તાલુકાના એક એક ગામને કંટેઈમેંટ ઝોન તરીકે જાહેર કર્યા છે. આગામી 19 મે સુધી આ તમામ 34 ગામડાઓમાં તમામ પ્રકારની અવર-જવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.


નોંધનીય છે ગઈકાલે રાજ્યમાં કોરોના વાયરસ (coronavirus)ના નવા 11017 કેસ નોંધાયા છે. જેની સામે 15264 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આજે કોરોના સંક્રમણના કારણે 102 લોકોના મોત થયા છે. તેની સાથે રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 8731 પર પહોચ્યો છે.


રાજ્યમાં આજે 15264 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 5,78,397 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,27,483 પર પહોંચ્યો છે. જેમાંથી 804 દર્દી વેન્ટિલેટર પર અને 1,26,679 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 80.94 ટકા છે. 


ક્યાં કેટલા કેસ નોંધાયા  ?


આજે અમદાવાદ કોર્પોરેશનમાં 2795 , સુરત કોર્પોરેશન-781,  વડોદરા કોર્પોરેશન 664,  મહેસાણામાં 411, વડોદરા-484, જામનગર કોર્પોરેશમાં 305 , રાજકોટ કોર્પોરેશન 286,  ભાવનગર કોર્પોરેશન-292, સુરત-264, જૂનાગઢ 257, અમરેલી-256, બનાસકાંઠા-255, પંચમહાલ-254,  જુનાગઢ કોર્પોરેશન- 227, જામનગર-206, આણંદ-199, ભરુચ-197,  ગીર સોમનાથ-193, ખેડા-175, કચ્છ-175, મહીસાગર-163, ગાંધીનગર-148, ભાવનગર-144, પાટણ-138, સાબરકાંઠા-134, દેવભૂમિ દ્વારકા-129, અરવલ્લી-225, વલસાડ-122, ગાંધીનગર કોર્પોરેશન-117, દાહોદ-114, નવસારી-110, નર્મદા-96, છોટા ઉદેપુર-90, અમદાવાદ-88, સુરેન્દ્રનગર-77, તાપી-74, પોરબંદર-51, મોરબી-49, બોટાદ-28 અને ડાંગમાં 9 કેસ સાથે કુલ 11017 નવા કેસ નોંધાયા છે.


ક્યાં કેટલા મોત થયા ?


આજે અમદાવાદ કોર્પોરેશનમાં 17, સુરત કોર્પોરેશન-9,  વડોદરા કોર્પોરેશન 5,  મહેસાણામાં 4 , વડોદરા-4, જામનગર કોર્પોરેશમાં 6 , રાજકોટ કોર્પોરેશનમાં 5,  ભાવનગર કોર્પોરેશન-3, સુરત-5, જૂનાગઢ 5, અમરેલી-2, બનાસકાંઠા-3, પંચમહાલ-3,  જુનાગઢ કોર્પોરેશન- 3, જામનગર-3, આણંદ-1, ભરુચ-2,  ગીર સોમનાથ-1, ખેડા-2, કચ્છ-4, મહીસાગર-2, ગાંધીનગર-2, પાટણ-1, સાબરકાંઠા-1, દેવભૂમિ દ્વારકા-1, અરવલ્લી-1, વલસાડ-1, ગાંધીનગર કોર્પોરેશન-1, દાહોદ-1 અને મોરબીમાં 1ના મોત સાથે કુલ 102 મૃત્યુ થયા છે.