કચ્છ: માંડવી વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. માંડવીના દરિયામાં ત્રણ કિશોર સહિત ચાર લોકો ડૂબ્યા હોવાની માહિતી સામે આવી છે. જેમાં બે કિશોરના ડૂબી જવાથી મોત થયા છે જ્યારે એકને રેસ્ક્યુ કરીને બચાવી લેવામાં આવ્યો છે. એક યુવક હજુ પણ લાપતા બનતા શોધખોળ હાથ ધરવામાં આવી છે. દરિયામાં ન્હાવા ગયા હતા તે દરમિયાન આ દુર્ઘટના ઘટી હતી. બનાવને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા.
માલણ નદીમાં 3 સગા ભાઈઓ સહિત 4 યુવાનો ડૂબ્યા
મહુવા તાલુકાની માલણ નદીમાં ચાર યુવાનો ડૂબ્યા છે. મહુવાના નાના જાદરા લખુપરા વચ્ચે આવેલ નદીમાં ન્હાવા પડેલા ૪ લોકો પાણીમાં ગરકાવ થયા છે. મળતી માહિતી મુજબ રૂપાવટી ગામના ૪ ચાર યુવાનો પાણીમાં ડૂબ્યા છે જેમાંથી 3 સગા ભાઈઓ છે.
મકાનના બાધકામ માટે આવ્યા હતા એ દરમિયાન માલણ નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા છે. હાલ બે લોકો ડેડ બોડીને બહાર કાઢવામાં આવી છે. ડૂબેલા તમામ લોકો મહુવાનાં રૂપાવટી ગામના છે. હાલ તરવૈયાઓ દ્વારા અન્ય બે યુવાનોની શોધખોળ કરવામાં આવી રહી છે.
સુરતમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં એક યુવકનું મોત નિપજ્યું છે. ઘરે સીડી પરથી નીચે પટકાતા યુવકને ઈજા પહોંચી હતી. જે બાદ તેમે સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો. જે બાદ યુવકનું સારવાર દરિમાયન મોત નિપજ્યું હતું. પતિના મોતના સમાચાર સાંભળતા જ પત્ની પર આભ તૂટી પડ્યું હતું. પત્નીના આક્રંદથી માહોલ ગમગીન થયો હતો. સુરતના પાંડેસરા વિસ્તારમાં યુવક ઘરે સીડીઓ ઉતરતા સમયે નીચે પટકાયો હતો.જેથી તેને સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.જોકે,પાંચ દિવસની સારવાર બાદ યુવક મોત નિપજ્યું હતું. જેથી પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો.પત્નીના આક્રંદના કારણે સિવિલ હોસ્પિટલમાં ગમગીની છવાઈ ગઈ હતી. સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા ગણેશનગરમાં 40 વર્ષીય સુનિલ શાંતિલાલ વસાવા પરિવાર સાથે રહેતો હતો. સુનિલ ભાડાના મકાનમાં પત્ની સાથે રહેતો હતો.બંનેને મજૂરી કરી ગુજરાન ચલાવતા હતા.
ગત 21 ઓગસ્ટના રોજ સુનિલ ઘરેથી નીકળ્યો હતો.આ દરમિયાન સીડીઓ પરથી નીચે પટકાયો હતો. જે બાદ તેના માથા પર ગંભીર ઇજા પહોંચી હતી. સુનિલ નીચે પડવાની જાણ થતાં પત્ની તાત્કાલિક સુનિલને લઈને સિવિલ હોસ્પિટલ પહોંચી હતી. જેમાં સુનિલને હાથ પર ઇજા પહોંચી હતી.આ સાથે જ માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી.જેથી સુનિલને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી દેવામાં આવ્યો હતો.