ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં કોરોનાનો કેસનો રાફડો ફાડ્યો હોય એમ કેસ વધ્યાં છે. ગઈકાલ સાંજથી સવાર સુધીમાં નવા 19 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે બુધવાર સાંજથી લઈને ગુરુવાર સાંડ સુધીમાં પણ 25 પોઝિટિવ કેસ નોંધાયા હતાં જેને લઈને તંત્રમાં દોડતું થઈ ગયું છે. અરવલ્લી જિલ્લમાં કુલ કેસની સંખ્યા 66 પર પહોંચી ગઈ છે.
અરવલ્લી જિલ્લમાં કોરોના પોઝિટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો જેને લઈને તંત્ર હરકતમાં આવ્યું છે. બુધવાર સાંજથી લઈને ગુરુવાર સાંજ સુધીમાં અરવલ્લીમાં 25 પોઝિટિવ કેસ નોંધાય હતા જ્યારે ગુરૂવાર સાંજથી લઈને શુક્રવાર સવાર સુધીમાં નવા 19 પોઝિટિવ કેસ નોંધાતા તંત્ર દોડતું થઈ ગયું હતું.
અરવલ્લી જિલ્લામાં મોડાસામાં 12, ટિંટિસર, તરકવાળા, ટીંટોઈમાં પોઝિટિવ કેસોની સંખ્યા વધારે છે. છેલ્લા 24 કલાકમાં 44 પોઝિટિવ કેસો સામે આવ્યાં. જ્યારે અત્યાર સુધીમાં 14 દર્દીઓ સાજા થયા છે જ્યારે 2 લોકોનાં મોત નિપજ્યાં છે.
ગુજરાતના આ જિલ્લામાં 24 કલાકમાં 44 પોઝિટિવ કેસ નોંધાતા તંત્ર થયું દોડતું? જાણો વિગતો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
08 May 2020 09:48 AM (IST)
ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 44 પોઝિટિવ કેસો સામે આવ્યાં. જ્યારે અત્યાર સુધીમાં 14 દર્દીઓ સાજા થયા છે જ્યારે 2 લોકોનાં મોત નિપજ્યાં છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -