અમદાવાદઃ આ વર્ષે સરકારી નોકરી કરવાનું સપનું જોતા યુવાઓ માટે સારા સમાચાર છે. ગુજરાત સરકાર આ વર્ષે ઉચ્ચ પદ પર 4617 જેટલા ઉમેદવારોની વિવિધ વિભાગોમાં ભરતી કરશે. ડિસેમ્બર-2019 સુધીમાં આ તમામ ભરતીઓ કરવામાં આવશે. તબક્કાવાર ભરતી માટેના ઓનલાઇન ફોર્મ ભરવાની તારીખ નક્કી કરાઇ છે. 15 જુલાઇએ બીજા તબક્કામાં 16 વિભાગોની ખાલી રહેલી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ઓનલાઇન શરૂ થશે. જીપીએસની સાઈટ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.



આ ભરતીથી પહેલીવાર કમ્પ્યુટરાઈઝ્ડ માર્કિંગ સિસ્ટમને અમલી કરાઈ છે. આ પદ્ધતિમાં ઉમેદવારનો ઇન્ટરવ્યુ પૂરો થયા પછી પસંદગી સમિતિના સભ્યો ચર્ચા કરી ત્યાં જ સમિતિના સભ્યો સહમતિથી રજિસ્ટર અને ઓનલાઇન માર્ક્સની એન્ટ્રી કરે છે. ઇન્ટરવ્યુ પૂરો થયા બાદ માત્ર અધિકૃત વ્યક્તિ જ સોફ્ટવેરમાં લોગઇન કરીને સર્વરમાંથી સીધા માર્ક્સ જાણી શકે છે.



ગુજરાતી મુલ્કી સેવા વર્ગ-1 - 100, મદદનીશ કમિશનર વર્ગ-1 - 07, હિસાબી અધિકારી વર્ગ–1 - 12, આચાર્ય, સરકારી હોમિયોપેથિક કોલેજ - 01, નાયબ નિયામક પુરાતત્વ વર્ગ-1 - 02, કેમિસ્ટ વર્ગ-1 - 02, અધિક્ષક પુરાતત્વ વિદ - 05, બાગાયત અધિકારી - 61

ખેતી ઇજનેર વર્ગ-2 - 03, ઇન્ડસ્ટ્રીયલ પ્રમોશન ઓફિસર વર્ગ-2 - 07, મદદનીશ નિયામક વર્ગ–2 - 05, આચાર્ય વર્ગ-2 - 01, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી વર્ગ-2 - 02, બાળ વિકાસ યોજના અધિકારી વર્ગ-2 - 02, પરિક્ષેત્ર વન અધિકારી વર્ગ-2 - 43, આઈસીટી ઓફિસર - 31