દ્વારકાના ઓખા બંદરમાં ભારતીય જળ સીમા નજીકથી એક બોટ સાથે 7 માછીમારોનું અપહરણ કરવામાં આવ્યું છે. માછીમારો બોટ લઈ અહીં માછીમારી કરવા આવે છે. ત્યારે માછીમારોની બોટ માછીમારી કરવા દરીયામાં ગયા હતા ત્યારે પાકિસ્તાની એજન્સી દ્વારા બોટનું અપહરણ કરવામાં આવ્યું છે. તુલસી મૈયા નામની બોટનું અપહરણ કરવામાં આવ્યું છે.
ઓખા બંદરની તુલસી મૈયા નામની બોટ તા ૧૮.૦૧.૨૨ ના રોજ ઓખાથી માછીમારી કરવા માટે ગઈ હતી. આ બોટમાં સાત ખલાસી ક્રુ મેમ્બર માછીમારી કરવા ગયા હતા. જે બોટનું એન્જિન દરિયા અંદર ખરાબ થઈ જતા દરિયામાં ફસાઈ હતી. ત્યારે આજ રોજ તા.28.01.2020 ના રોજ પાકીસ્તાની એજન્સી દ્વારા 7 ખલાસી સાથે આ બોટનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું. દરીયા અંદર મુસીબતમાં ફસાયેલા માછીમારોનું અપહરણ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં કોરોના વાયરસના કેસ
ગુજરાતમાં કોરોનાના કેસમાં આજે ઘટાડો નોંધાયો છે. આજે રાજ્યમાં કોરોના વાયરસના નવા 12,131 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 107915 પર પહોંચી ગયો છે. રાજ્યમાં 297 લોકો વેન્ટીલેટર પર છે. 107618 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1014501 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10375 લોકોના મોત થયા છે.