વેરાવળઃ માથાસુરીયા ગામની સરકારી શાળાના આચાર્ય દ્વારા વિદ્યાર્થિની પર છેડતીનો આરોપ લાગતાં ચકચાર મચી ઘઈ છે. ધોરણ સાતમાં અભ્યાસ કરતી બાળકી સાથે ઘટના બની હતી. વિદ્યાર્થિનીએ પરિવારમાં વાત કરતાં સમગ્ર ઘટના સામે આવી. ઘટનાના પગલે ગ્રામજનોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. શિક્ષણ જગતને લાંછન રૂપ ઘટનાથી ચકચાર મચી ગયો છે. 


રોષે ભરાયેલા ગ્રામજનોએ આચાર્યને પોલીસને સોંપ્યો હતો. ઉચ્ચ પોલીસ અધિકારીઓને ગ્રામજનો દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. ગામની સરકારી પ્રાથમિક શાળાના આચાર્ય પર આરોપ લાગ્યો છે. પ્રભાસ પાટણ પોલીસે તપાસનો ધમધમાટ આદર્યો છે. 


સુપ્રીમ કોર્ટે સજા પર સ્ટે આપતાં હાર્દિક પટેલે શું કહ્યું? ચૂંટણી લડવા મુદ્દે શું કર્યો ખુલાસો?


નવી દિલ્લીઃ પાટીદાર નેતા હાર્દિક પટેલ મુદ્દે સુપ્રીમ કોર્ટે મોટો આદેશ આપ્યો છે. તેમજ સુપ્રીમ કોર્ટે આ મુદ્દે હાઈકોર્ટની પણ ટિકા કરી છે. સુપ્રીમ કોર્ટે પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા રમખાણો અને આગજની મામલે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલની અપીલ પર ચુકાદો આવે ત્યા સુધી દોષિત ઠેરવવા સામે મનાઇ હુકમ ફરમાવ્યો છે. આ સમયે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સંબંધિત હાઈકોર્ટને પણ સજા પર રોક લગાવવાની જરૂર હતી. 


કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલને ચૂંટણી લડવાનો રસ્તો ખુલ્યો છે. વિસનગર કોર્ટનો ચુકાદા પર  સુપ્રીમ કોર્ટે સ્ટે આપી દીધો છે. વિસનગર કોર્ટે હાર્દિકને 2 વર્ષની સજા સંભળાવી હતી. સજા થતાં હાર્દિક ચૂંટણી લડી શક્યા ન હતા. 2019માં હાર્દિક પટેલે ચૂંટણી લડવા કરી હતી અરજી. સમગ્ર મામલે ગુજરાત હાઇકોર્ટમાં અરજી ચાલી રહી છે. આગામી દિવસોમાં તે અરજી અંગે આવશે ચુકાદો.


હવે આ મુદ્દે હાર્દિક પટેલની પ્રતિક્રિયા સામે આવી છે. તેણે ટ્વીટ કરીને પ્રતિક્રિયા આપી છે કે, ફક્ત ચૂંટણી લડવી એ જ મારો ઇરાદો નથી, પરંતુ ગુજરાતના લોકોની સેવા મજબૂતીથી કરી શકું એજ મારો ઉદ્દેશ છે. આજથી ત્રણ વર્ષ પહેલા મારી સામે થયેલા ખોટા કેસમાં મને બે વર્ષની સજા થઈ હતી, પરંતુ આજે સુપ્રીમ કોર્ટે બે વર્ષની સજા પર સ્ટે આપી દીધો છે, હું ન્યાયપાલિકાનો હૃદયથી ધન્યવાદ કરું છું.