અમદાવાદ : ગુજરાત ATSની ટીમે મોટું ઓપરેશન હાથ ધરી મધ્ય પ્રદેશ અને ગુજરાતમાંથી આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા 8 આતંકીઓની ધરપકડ કરી છે. ગુજરાત ATSના આ મોટા ઓપરેશનને પગલે બંને રાજ્યોમાં સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે. ગુજરાત ATS ની ટીમે જૈશ-એ-મહોમ્મદ સાથે સંકળાયેલા 8 આતંકીઓની ધરપકડ કરી છે.
8 પૈકી 7 શંકાસ્પદો ગુજરાતના, 1 મધ્યપ્રદેશનો રહેવાસી છે. બનાસકાંઠા,પાટણ અને નવસારી જિલ્લામાંથી 7 શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. ગુજરાતમાં જૈશ-એ-મહોમ્મદનો મોડ્યૂલ ફેલાવવાનો ઈરાદો નિષ્ફળ ગયો હતો. જૈશ-એ-મહોમ્મદના નેટવર્કને તોડવામાં ગુજરાત ATSને મોટી સફળતા મળી છે.
ATSએ તમામ 8 શંકાસ્પદોની પૂછપરછ શરૂ કરી છે. અહમદ અબ્દુલ્લા ગાઝીવાલા, ઈબ્રાહિમ મોહમ્મદ હુસૈન ઘાઘા, મુદ્દતસ્સીર અબ્દુલ્લા ગાઝીવાલા, ઝકરિયા દુરાની મહોમ્મદ અમ્માર ઘાઘા, મુફ્તી ફૌજાન દાઉવા, મહોમ્મદ અમીન શેરા, મહોમ્મદ અબ્દુલ્લ રહેમાન સાવડી,બિલાલ મહોમ્મદ ઘાઘાની ધરપકડ કરી છે.
આતંકીઓ આ વિસ્તારોમાંથી ઝડપાયા
ગુજરાત ATS દ્વારા કરવામાં આવેલા આ મેગા ઓપરેશન દરમિયાન બનાસકાંઠા, પાટણ, નવસારી અને મધ્યપ્રદેશના દેવાસમાંથી આ આતંકીઓને ઝડપી લેવામાં આવ્યા છે. પકડાયેલા આતંકીઓ પાસેથી તપાસ દરમિયાન અત્યંત મહત્વના દસ્તાવેજો પણ મળી આવ્યા છે. આ ઓપરેશન સફળ થયા બાદ હવે રાજ્યમાં સક્રિય અન્ય સ્લીપર સેલ અને આખા નેટવર્ક અંગે ATS દ્વારા સઘન તપાસ શરૂ કરી દેવામાં આવી છે. હાલમાં પકડાયેલા તમામ આતંકીઓને કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.
તમામ આરોપીઓની ATS દ્વારા પૂછપરછ શરૂ કરવામાં આવી
આ તમામ આરોપીઓની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી પાકિસ્તાન સ્થિત આકાઓ સાથે સંપર્કમાં હતા કે કેમ અને ગુજરાતમાં તેમના નિશાના પર કોણ હતું. તે દિશામાં ગુજરાત એટીએસ તપાસ કરી રહી છે. પકડાયેલા આરોપીઓ પાસેથી મળેલા ડિજિટલ પુરાવાઓના આધારે આગામી દિવસોમાં વધુ ધરપકડ થાય તેવી શક્યતા છે.
