ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1561 નવા કેસ નોંધાયા છે અને 22 દર્દીના કોરોનાથી મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9855 પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે 4869 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
રાજ્યમાં અત્યાર સુધી 7,71,860 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 29015 પર પહોંચ્યો છે. જેમાંથી 472 દર્દી વેન્ટિલેટર પર અને 28543 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 95.21 ટકા છે.
કોરોનાની બીજી લહેરમાં રાજ્યના કેટલાક જિલ્લાઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. નવા કેસની સંખ્યા 10 કરતાં પણ ઓછી આવી છે. જેમાં અમદાવાદ 6, ગાંધીનગરમાં 6, નર્મદા 4, મોરબી 3, તાપી 3, બોટાદ 1, છોટા ઉદેપુરમાં 1, સુરેન્દ્રનગર 1 અને ડાંગમાં 0 કેસ નોંધાયા છે. જ્યારે આ 9 જિલ્લામાં એક પણ મોત નથી થયું.
જેમાં અમદાવાદ 30, , ગાંધીનગરમાં 24, નર્મદા 29, મોરબી 18, તાપી 11, બોટાદ 3, છોટા ઉદેપુરમાં 7, સુરેન્દ્રનગર 24 અને ડાંગમાં 12 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
અમદાવાદ કોપોરેશન 256, સુરત કોપોરેશન 172, વડોદરા કોપોરેશન 172, વડોદરા 106,રાજકોટ કોર્પોરેશન 86, સુરત 80, જુનાગઢ 68, ભરુચ 47, ગીર સોમનાથ 45, અમરેલી 42, રાજોકટ 42, જામનગર કોર્પોરેશન 41, નવસારી 32, કચ્છ 30, પંચમહાલ 29, આણંદ 25, ખેડા 25, વલસાડ 25, મહેસાણા 24, જૂનાગઢ કોર્પોરેશન 22, સાબરકાંઠા 20, બનાસકાંઠા 19, જામનગર 19, ભાવનગર 15, અરવલ્લી 14, પાટણ 14, ભાવનગર કોર્પોરેશન 13, દેવભૂમિ દ્વારકા 11, ગાંધીનગર કોર્પોરેશન 11, પોરબંદર 11, દાહોદ 10, મહીસાગર 10, અમદાવાદ 6, ગાંધીનગર 6, નર્મદા 4, મોરબી 3, તાપી 3, બોટાદ 1, છોટા ઉદેપુર 1, સુરેન્દ્રનગર 1 અને ડાંગમાં 0 કેસ સાથે કુલ 1561 નવા કેસ નોંધાયા છે.
ક્યાં કેટલા મોત થયા ?
અમદાવાદ કોપોરેશન 5, સુરત કોપોરેશન 2, વડોદરા કોપોરેશન 2, વડોદરા 1,રાજકોટ કોર્પોરેશન 1, સુરત 1, જુનાગઢ 1, ભરુચ 0, ગીર સોમનાથ 1, અમરેલી 0, રાજોકટ 1, જામનગર કોર્પોરેશન 2, નવસારી 0, કચ્છ 0, પંચમહાલ 1, આણંદ 0, ખેડા 0, વલસાડ 0, મહેસાણા 1, જૂનાગઢ કોર્પોરેશન 0, સાબરકાંઠા 0, બનાસકાંઠા 1, જામનગર 0, ભાવનગર 1, અરવલ્લી 0, પાટણ 0, ભાવનગર કોર્પોરેશન 0, દેવભૂમિ દ્વારકા 1, ગાંધીનગર કોર્પોરેશન 0, પોરબંદર 0, દાહોદ 0, મહીસાગર 0, અમદાવાદ 0, ગાંધીનગર 0, નર્મદા 0, મોરબી 0, તાપી 0, બોટાદ 0, છોટા ઉદેપુર 0, સુરેન્દ્રનગર 0 અને ડાંગમાં 0 મોત સાથે કુલ 22 મોત નોંધાયા છે.
રાજ્યમાં આજે કુલ 1,96,793 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે, રાજ્યમાં કોવિડ 19થી સાજા થવાના દરમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજયમાં સાજા થવાનો દર 95.21 ટકા છે.