સુરત:રાજયમાં નાની ઉંમરે થતાં હાર્ટ અટેકથી મોતે ચિંતા વધારી છે. રોજ બેથી ત્રણ કેસ સરેરાશ હાર્ટ અટેકના બની રહ્યાં છે, કોરોના બાદ હાર્ટ અટેકના વધતાં કેસના કારણે અનેક સવાલો ઉપસ્થિત થઇ રહ્યાં છે. સુરતમાં પણ વધુ એક આશાસ્પદ યુવકે હાર્ટ અટેકના કારણે જિંદગી ગુમાવી છે.


સુરતના ઇચ્છાપોર કવાસ વિસ્તારમાં 25 વર્ષીય યુવકનું  હાર્ટ અટેકથી મોત થયું છે. રાજકુમાર શાહને અચાનક અસ્વસ્થતા અનુભવાતા તે નીચે બેસી ગયો હતો અને બાદ તેમને હાર્ટ અટેક આવતા તે ઢળી પડ્યો હતો. રાજકુમાર શાહુ જમ્યાં બાદ હજીરાની એક કંપનીમાં કોલસો ભરવા ગયો હતો આ દરમિયાન જ તેમની તબિયત ખરાબ થઇ હતી અને તે ત્યાં જ ટ્રક સામે બેસી ગયો હતો. આ ઘટનાના પગલે તેમને તાબડતોબ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો હતી.  જો કે અહીં તેને ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો પ્રાથમિક રીતે તપાસમાં હાર્ટ અટેકથી મોતનું કારણ સામે આવ્યું છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલમાં લઇ જવાયો હતો. યુવકના મોતથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.                                     


છેલ્લા થોડા સમયમાં હાર્ટ એટેકથી થયેલા મોત


તારીખઃ 15 ઓક્ટોબર 202


સ્થળઃ ઈચ્છાપોર, સુરત


માતાજીની મૂર્તિ લઈને પરત


ફરતા સમયે હાર્ટ એટેકથી મોત


તારીખઃ 14 ઓક્ટોબર 2023


સ્થળઃ પાદરા


યુવક ઓચિંતા ઢળી પડ્યો


તારીખઃ 14 ઓક્ટોબર 2023


સ્થળઃ ગોધરા


શહેરાની કોલેજમાં કલાર્ક તરીકે ફરજ


બજાવતા યુવકનું હૃદયરોગના હુમલાથી મોત


તારીખઃ 13 ઓક્ટોબર 2023


સ્થળઃ ભુજ સ્વામિનારાયણ મંદિર


મોડાસા માર્કેટયાર્ડના સેક્રેટરી ઘનશ્યામભાઈ


ભટ્ટનું મંદિરમાં દર્શન વખતે ઢળી પડ્યા


તારીખઃ 13 ઓક્ટોબર 2023


સ્થળઃ વડોદરા


કારેલીબાગના 26 વર્ષીય યુવકનું


હાર્ટ એટેકથી નિધન


તારીખઃ 12 ઓક્ટોબર 2023


સ્થળઃ ઓલપાડ


42 વર્ષીય રત્નકલાકાર વિપુલભાઈ હિંચકા પર


બેઠા હતા અને હૃદયરોગનો હુમલો આવ્યો


તારીખઃ 12 ઓક્ટોબર 2023


સ્થળઃ સુરત


સુરતના વેસુમાં કલર કામ કરતા યુવકને


છાતીમાં દુઃખાવો ઉપડ્યો અને હાર્ટ એટેક આવ્યો


તારીખઃ 10 ઓક્ટોબર 2023


સ્થળઃ જામનગર


ધો. 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું યોગા


દરમિયાન હાર્ટ એટેક આવતા મોત


તારીખઃ 5 ઓક્ટોબર 2023


સ્થળઃ સુરત


પ્રિ-નવરાત્રિ નિમિતે ગરબા રમતા 26 વર્ષીય


યુવકનું હાર્ટ એટેકથી થયું નિધન


તારીખઃ 25 સપ્ટેમ્બર 2023


સ્થળઃ જામનગર


ગરબાની પ્રેકટિસ દરમિયાન 19 વર્ષીય યુવકને


હાર્ટ એટેક આવતા સારવાર પહેલા થયું મોત