Hit & Run: બનાસકાંઠામાં હિટ એન્ડ રની ઘટના વધી રહી છે. અજાણ્યા વાહન ચાલકે બાઈક ચાલકને અડફેટે લીધો હતો. જેમાં 50 વર્ષીય આધેડનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતકની લાશને પી.એમ અર્થે મોકલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ધાનેરામાં બે દિવસમાં અકસ્માતમાં 3 લોકોએ જીવ ગુમાવ્યા છે.
ધાનેરામાં 20 વર્ષની યુવતીએ કરી આત્મહત્યા
ધાનેરાના સરાલ વિડ ગામે આપઘાતની ઘટના સામે આવી છે. અહીં 20 વર્ષીય પરણિત મહિલાએ ગળેફાસો ખાઈને આપઘાત કરી લીધો છે. મોડામેડા ગામની મહિલાના 1 વર્ષ અગાઉ સરાલ વિડ ગામે લગ્ન થયા હતા. સાસરીમાં જ યુવતીએ મોતને વ્હાલું કરતા અરેરાટી મચી જવા પામી છે. આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ધાનેરા પોલીસએ મૃતકની લાસને રેફરલ હોસ્પિટલ ખાતે પી.એમ અર્થે ખસેડવામાં આવી છે. જો કે, મહિલાએ આત્મહત્યા ક્યા કારણે કરી તેની માહિતી સામે આવી નથી. પોલીસે આ અંગે તપાસ હાથધરી છે.
બનાસકાંઠામાં ઘોડિયામાં સુતેલી 13 મહિનાની બાળકી સાથે 55 વર્ષના આધેડે કર્યા અડપલા, કોર્ટે ફટકારી 20 વર્ષની સજા
દિયોદર સેશનકોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો છે. લાખણીના ખેરોલામાં ઘોડિયામાં સુતેલી બાળકીને અડપલાં કરનાર 55 વર્ષના ખેતર માલિકને કોર્ટે 20 વર્ષની સજા ફટકારી છે. એક વર્ષ અગાઉ ઘોડીયામાં સુઈ રહેલી બાળકીને ખેતર માલિકે અડપલા કર્યા હતા. આરોપીએ 13 મહિનાની બાળકીના ગુપ્ત ભાગે અડપલાં કરી ઈજાઓ પહોંચાડી હતી. આરોપી હીરા રબારીના વિરોધમાં આગથળા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. દિયોદર એડિશનલ સેશન કોર્ટે આરોપીને દોષિત ઠેરવી સમાજમાં દાખલારુપ ચુકાદો આપ્યો છે.
ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહને શોધવા માટે પંજાબ પોલીસનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આ દરમિયાન એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે અમૃતપાલના કાકા હરજીત સિંહ અને ડ્રાઈવર હરપ્રીત સિંહે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરી દીધું છે.
શનિવારે (18 માર્ચ), પોલીસે અમૃતપાલ સિંહ અને તેના ઘણા સમર્થકો સામે મોટા પાયે કાર્યવાહી શરૂ કરી. હવે એવા અહેવાલ છે કે અમૃતપાલના કાકા અને તેના ડ્રાઇવરે શનિવારે મધરાતે પોલીસ સમક્ષ પોતાને રજૂ કર્યા હતા. બંને અમૃતપાલની મર્સિડીઝ કારમાં આવ્યા હતા, જેને પોલીસે કસ્ટડીમાં લીધી છે.