Heart Attack: રાજ્યમાં સતત વધી રહેલા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતના કિસ્સા ચિંતા વધારી છે. નાની વયે હાર્ટ અટેકના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. કોરોના બાદ નાની વયે આવતા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતની સિલસિલો થંભવાનું નામ લેતો નથી. રાજ્ય દરરોજ સરેરાશ એકથી ત્રણ હાર્ટ અટેકના કિસ્સા બની રહ્યાં છે. આજે મહેમદાવાદમાં બાઇક સવારને હાર્ટ અટેક આવી જતાં સીપીઆર ટ્રીકથી જિંદગી બચાવી હતી.
મહેમદાવાદના આમસરણ પાસે એક બાઈક ચાલકને રોડ પર જ હાર્ટ અટેક આવ્યો હતો. આ સમયે તાત્કાલિક ખેડા જિલ્લા હોમગાર્ડ દળમાં ફરજ બજાવતા બે જવાને બાઈક ચાલકને સીપીઆર આપી તેનો જિંદગી બચાવી હતી. મહેમદાવાદ યુનિટમાં ફરજ બજાવતા હોમગાર્ડ દળના મનોજભાઈ વાઘેલા અને અબ્દુલ કાદર મલેકે સીપીઆર આપીને બાઈક ચાલકનો જીવ બચાવ્યો હતો. સીપીઆર આપ્યા બાદ બાઈક ચાલકને વધુ સારવાર માટે નજીકની હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા.
કોરોના બાદ હાર્ટ અટેકના કેસ સતત વધી રહ્યાં છે. 24 કલાકમાં રાજ્યમાં હાર્ટ અટેકથી 5 લોકોએ જિંદગી ગુમાવી છે. સુરતમાં ત્રણ તો ભાવનગર અને વડોદરામા એક –એકનું મોત થયું છે. આ ઉપરાંત ધોરાજીમાં પણ એક યુવકનું હાર્ટ અટેકથી મોત થયું છે. તો અમરેલીમાં પરીક્ષા દરમિયાન નવમા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીને પેપર લખતા લખતા હાર્ટ અટેક આવી જતાં ઢળી પડી હતી અને હોસ્પિટલ પહોંચ્યા બાદ તેને તબીબે મૃત જાહેર કરી હતી.
વડોદરાના આજવા રોડ વિસ્તારમાં રહેતા 46 વર્ષિય અમિત પ્રવીણચંદ્ર દેસાઈનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે. શ્વાસ લેવામાં તકલીફ પડતા એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલ લઈ જતા રસ્તાં હાર્ટ અટેક થી મોત થયું હતું. તેઓ આજવા રોડની જન કલ્યાણ સોસાયટીમાં રહેતા હતા.હાર્ટ અટેકથી અચાનક મોતથી લોકોમાં ચિંતા વધી છે.
Rajkot News: દિવાળીમાં ફરસાણ ખાતા પહેલા ચેતજો, અધધ... 9 ટન અખાદ્ય જથ્થો ઝડપાયો
IPL: હવે વિશ્વની સૌથી ધનાઢ્ય લીગ IPL પર છે ક્રાઉન પ્રિન્સની નજર, સાઉદી અરેબિયાએ આપી અબજોની ઓફર