ભારે વરસાદથી એકાએક ચેકડેમમાં પાણી આવ્યુ ને કાર તણાઇ, પછી શું થશું, જુઓ વીડિયો
abpasmita.in | 01 Aug 2019 12:15 PM (IST)
ઇડર તાલુકાના મુસ્તાકપુર નજીક ચેકડેમમાં ભારે વરસાદના કારણ વહેણ ઝડપી બન્યુ હતુ. વરસાદના કારણે રાત્રી દરમ્યાન ચેકડેમે છલકાયો હતો. એક કાર ચાલકે કાર હંકારતા તે પાણીમાં ફસાઈ ગઇ હતી
ઇડરઃ હાલ ગુજરાતમાં અનેક જગ્યાએ ચેકડેમો છલકાઇ ગયા છે. ગઇકાલે ઇડરના મુક્તાપુરમાં દિલધડક ઘટના બની. અહીં ચેકડેમના પાણીના વહેણમાં એક કાર તણાઇ ગઇ હતી, જોકે બાદમાં તેને સહીસલામત બહાર કાઢવામાં આવી હતી. માહિતી પ્રમાણે, ઇડર તાલુકાના મુસ્તાકપુર નજીક ચેકડેમમાં ભારે વરસાદના કારણ વહેણ ઝડપી બન્યુ હતુ. વરસાદના કારણે રાત્રી દરમ્યાન ચેકડેમે છલકાયો હતો. એક કાર ચાલકે કાર હંકારતા તે પાણીમાં ફસાઈ ગઇ હતી. જોકે, બાદમાં સદનસીબે મોટી જાનહાની ટળી ગાડી મહામુસીબતે બહાર નીકળી હતી. અહીં તેને લાઇવ વીડિયો આપ્યો છે.