બનાસકાંઠા:  ડીસામાંથી નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે.  શુધ ગાયના ઘીના ડબ્બાની પેકિંગ કરતી ફેક્ટરી ઝડપાઈ છે. જિલ્લા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે મોડી રાત્રે રેડ કરી હતી.  25 પેટીઓ 4700 પાઉચ સહિત 2.48 લાખનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે.  મોડી રાત સુધી કાર્યવાહી હાથ ધરી મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે.  


બનાસકાંઠાના ડીસામાંથી ઘીની મીની ફેક્ટરી ઝડપાતા આસપાસના વિસ્તારમાં ચકચાર મચી છે. જેમાં શુદ્ધ ઘીના નામે નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. જિલ્લા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે મોડી રાત્રે રેડ કરી હતી. ઘી બનાવવાની મીની ફેક્ટરી ઝડપી પડતા નકલી ચીજવસ્તુ ઓનો વેપાર કરતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.   


શરદ પૂર્ણિમાએ રાજ્યમાં વાતાવરણ કેવુ રહેશે, જાણો હવામાન વિભાગની આગાહી?


ગુજરાતમાં આગામી 5 દિવસ  વરસાદની શક્યતા નહીવત છે.  રાજ્યમાં વાતાવરણ સામાન્ય રહેશે.  સવારે અને રાત્રે ઠંડી અને બપોરે ગરમી લાગે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર,   આ ટ્રાનઝીસ્ટ મહિનો હોવાથી બેવડી ઋતુ રહેશે. આ મહિનાને સાયકલોન મહિનો પણ કેહવાય છે.  શરદપૂર્ણિમાએ પણ વાતાવરણ સામાન્ય રહેશે.  


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં સામાન્ય વાતાવરણ રહે તેવી સંભાવના છે. ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી સામાન્ય વાતાવરણ રહેશે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર સવારે અને રાત્રે ઠંડી રહે તેવી સંભાવના છે.  બપોરે 34થી 38 ડિગ્રી જેટલું તાપમાન રહેશે.અને લઘુત્તમ તાપમાન 25 ડિગ્રીની અંદર રહેશે તેવી સંભાવના છે. બેવડી ઋતુના કારણે તાપમાનમાં વધારો-ઘટાડો નહીં થાય. શરદ પૂર્ણિમાના દિવસે પણ વાતાવરણ સામાન્ય રહે તેવી સંભાવના છે. 


દિલ્હીમાં સવારે ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે


આ દિવસોમાં નવી દિલ્હીમાં સવારે ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.  દિવસ દરમિયાન સૂર્ય હજી પણ તેજસ્વી રીતે ચમકતો હોય છે. બીજી તરફ દિલ્હીમાં પણ પ્રદૂષણ જોવા મળી રહ્યું છે. વધતા પ્રદૂષણનું એક કારણ વાહનોની સંખ્યા દર વર્ષે વધી રહી છે તેમજ તેના ધુમાડાનું ઉત્સર્જન પણ છે, જે સતત વધી રહ્યું છે. સ્થિતિ એવી છે કે એક દાયકામાં આ પ્રદૂષણમાં 39 ટકાનો વધારો થયો છે. 









અરુણાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હળવો વરસાદ


છેલ્લા 24 કલાક દરમિયાન કેરળ, આંદામાન અને નિકોબાર ટાપુઓ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં હળવાથી મધ્યમ વરસાદ થયો હતો. લક્ષદ્વીપ, અરુણાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હળવો વરસાદ થયો.


હિમાલયી  પશ્ચિમ બંગાળ અને સિક્કિમના વિવિધ વિસ્તારોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા 3.1 થી 5 ડિગ્રી વધુ રહ્યું. અને કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને બિહાર, આસામ, છત્તીસગઢ, ઓડિશા અને હિમાચલ પ્રદેશમાં ઘણા સ્થળોએ સામાન્ય કરતાં 1.6 થી 3 ડિગ્રી વધારે રહ્યું હતું.