અમરેલીઃ ધારીના જલજીવડી ગામે 4 વર્ષની બાળકી ઉપર દીપડાએ હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. રાત્રે 11:00 વાગે પરિવાર સાથે નવરાત્રી જોઈને પરત ફરતા દીપડાએ હુમલો કર્યો હતો. રાડા રાડી થતા દીપડાના મુખમાંથી બાળકીને છોડાવી હતી. બાળકીને અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી છે. 


Surat Crime : વિદેશથી પરત આવેલા બિઝનેસમેન 10માં માળેથી કૂદીને કરી લીધો આપઘાત, 6 મહિના પહેલા જ થયા હતા લગ્ન


સુરત : વિદેશથી આવ્યાં બાદ વેસુના વેપારીએ 10માં માળેથી છલાંગ લગાવતા ચકચાર મચી ગઈ છે. ગઈકાલે વેપારીએ મોતને વ્હાલું કર્યું. છ માસ પહેલા જ લગ્ન થયા હતા. પરિવારમાં શોકનો માહોલ છે. વેસુ ખાતેના હેપ્પી ગ્લોરીયસના કાપડ વેપારીએ શુક્રવારે સવારે દસમાં માળેથી મોતની છલાંગ લગાવી છે. છ માસ પહેલા જ વેપારીના લગ્ન થયા હતા. અણધાર્યા પગલાથી પરિવારજનો ઘેરા શોક. મુળ રાજસ્થાનના 28 વર્ષીય વતની નિતીન મહેન્દ્રભાઈ જૈને આપઘાત કર્યો છે. 


પરિવાર સાથે વેસુ સ્થિત હેપ્પી ગ્લોરીયસમાં બીજા માળે રહેતો હતો. રીંગરોડ ખાતે ઈન્ડીયા માર્કેટમાં કાપડ દુકાન ચલાવતો હતો. દરમિયાન શુક્રવારે સવારે નિતીન દસમાં માળે રહેતા સંબંધીને મળવા ગયો હતો. ત્યારબાદ દસમાં માળેથી ઝંપલાવી દીધું હતું. નીતિને દસમાં માળેથી કૂદકો માર્યો હોવાની જાણ થતાં પરિવારના સભ્યો ઘટનાસ્થળે દોડી ગયા હતા. નીતિનને ગંભીર હાલતમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો.


પરંતુ તબીબી સારવાર કારગત નિવડે તે પહેલા નિતીનના પ્રાણ પંખેરુ ઉડી ગયા હતા.  બનાવની જાણ થતા ઉમરા પોલીસ હોસ્પિટલમાં દોડી ગઈ હતી. પોલીસે પોસ્ટમોટર્સ સહિતની કાયદેસરની કાર્યવાહી કરી હતી. ગણેશ ઉત્સવ દરમિયાન નિતીન ઘરે કોઈને પણ કંઈપણ કહ્યાં વગર મોરેસિયસ નીકળી ગયો હતો. જોકે, બે દિવસ બાદ પરત પણ આવી ગયો હતો. પરંતુ ત્યાં સુધીમાં પરિવારે ઉમરા પોલીસ મથકમાં નિતીનના ગુમ થયાની ફરિયાદ આપી દીધી હતી. જેને પગલે પોલીસે નિતીનનો જવાબ પણ લીધો હતો.


દાહોદમાં પંચાયત સભ્ય યુવતીને માતા-પિતા સામાન્ય સભામાંથી જ ઉઠાવી ગયા, કારણ જાણીને ચોંકી જશો


દાહોદઃ ગરબાડા તાલુકા પંચાયતની સામાન્ય સભામાં આવેલી  દીકરીને માતા પિતા ઊંચકી  લઈ  જતા ખડભડાટ મચી ગયો છે. નિમચ ગામના યુવક સાથે પ્રેમ થતાં તેની સાથે જતી રહી હતી. યુવતી અપક્ષ તરીકે વિજેતા થઈ હતી. પ્રેમ લગ્નનો માતા-પિતાને વિરોધ હતો. ગરબાડા સામાન્ય સભામા આવતા tdoની કચેરીમાંથી માતા-પિતા યુવતીને ઉઠાવી લઈ ગયા હતા. ઘટનાને લઈ વિસ્તારમા ખડભડાટ મચી હતી.


આ અંગેની વધુ વિગતો એવી છે કે, શુક્રવારે તાલુકા પંચાયતની સામાન્ય સભામાં ગરબાડા આવેલી દીકરીને માતા-પિતા તાલુકા પંચાયતના પરિસરમાંથી જ ઊંચકીને લઇ જતાં ખળભળાટ મચી ગયો. ઘટના પગલે પોલીસ પણ તાલુકા પંચાયત દોડી આવી હતી.પંચાયતની સભ્ય યુવતી 8 મહિના પહેલાં નીમચ ગામના યુવક સાથે પ્રેમ લગ્ન કરવા ઘરેથી જતી રહી હતી. જોકે, દીકરી પુખ્તવયની હોવાથી પરિવાર કંઇ કરી શકે તેમ ન હતો. 


દરમિયાન શુક્રવારે તાલુકા પંચાયતની સામાન્ય સભામાં દીકરી આવતાં જ  માતા-પિતા ઉઠાવીને લઈ ગયા હતા. યુવતી જે યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા છે તેના અગાઉ ત્રણ લગ્ન થઈ ચૂક્યા છે અને ત્રણેય પત્નીઓ જોડેથી છૂટાછેડા પણ થઈ ગયા છે. યુવક પાસે તેની પ્રથમ પત્નીનું એક બાળક હોવાનું જાણવા મળ્યું છે.