ગીર સોમનાથ: ખેડૂતો પોતાના પશુઓને પોતાના દીકરાની જેમ ઉછેરે છે. ગાય,ભેંસ અને બળદનો ખેડૂતો સાથે અનોખો સંબંધ છે. પોતાના પાલતુ પશુના રક્ષણ માટે ખેડૂતો ગમે કરવા તૈયાર થઈ જાય છે. આવી જ એક ઘટના સામે આવી છે ગીર સોમનાથમાં. તમને જણાવી દઈએ કે,ગઈકાલે એક વિડિયો વાઇરલ થયો હતો. જેમાં એક સિંહણ રોડ પર ચરી રહેલી વાછરડી ઉપર હુમલો કરે છે અને તેને પોતાના મોઢામાં પકડી ઢસડીને લઈ જાય છે.


 






જો કે, તે જ સમયે ખેડૂત ત્યાં આવી પહોંચે છે અને પોતાનો જીવ જોખમમાં મુકી સિંહણના મુખમાંથી વાછરડીને છોડવી લે છે. હાલમાં 36 સેકન્ડનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. લોકો ખેડૂતની બહાદુરીની પ્રશંસા પણ કરી રહ્યા છે. જો કે, સિંહણના હુમલાને કારણે વાછરડીના શરીરે ઘણી ઈજાઓ પહોંચી છે. આ વીડિયો કોડીનારના આલિદર હરમડિયા રોડનો હોવાનું જાણવા મળ્યું છે.


બકરી ઇદ નિમિત્તે કચ્છની સ્કૂલે હિન્દુ વિદ્યાર્થીઓને જાહેરમાં પઢાવી નમાઝ


દેશભરમાં ગઇકાલે બકરી ઇદની ઉજવણી કરવામાં આવી હતી, પરંતુ ગુજરાતના કચ્છમાંથી બકરી ઇદનો તહેવાર વિવાદમાં આવ્યો છે, કચ્છમાં એક ખાનગી શાળામાં હિન્દુ વિદ્યાર્થીઓને નમાઝ પઢતા શીખવાડાતી હોવાનો વીડિયો સામે આવ્યા બાદ હોબાળો મચી ગયો છે. આ વીડિયો અત્યારે સોશ્યલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. 


હિન્દુ વિદ્યાર્થીઓને સ્કૂલમાં નમાઝ પઢતા શીખવાડવામાં આવી


ખરેખરમાં, અત્યારે સોશ્યલ મીડિયા એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જે ગુજરાતના કચ્છનો છે, આ વીડિયોમાં હિન્દુ વિદ્યાર્થીઓને સ્કૂલમાં નમાઝ પઢતા શીખવાડવામાં આવી રહી છે. આ વીડિયો કચ્છમાં આવેલી મુન્દ્રાની ખાનગી શાળા પર્લ સ્કૂલ ઓફ એક્સિલેન્સનો છે, જ્યાં ગઇકાલે બકરી દઇના તહેવારની ઉજવણી દરમિયાન શાળામાં હિન્દુ વિદ્યાર્થીઓને મુસ્લિમ વિદ્યાર્થીઓની સાથે નમાઝ પઢતા શીખવાડવામાં આવી રહી છે, શાળાના આવા કૃત્ય બાદ વિવાદ વકર્યો હતો અને વિદ્યાર્થીઓના વાલીઓ શાળામાં હોબાળો મચાવ્યો હતો. ખાસ વાત છે કે, વીડિયોમાં પર્લ સ્કૂલ ઓફ એક્સિલેન્સના ધોરણ 5ના વિદ્યાર્થીઓ પાસે આ રીતે પરફોર્મન્સ કરાવવામાં આવ્યુ હતુ.



Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial