ખેડાના ગોબલેજ પાસે આવેલ પ્લાસ્ટિકની ફેકટરીમાં ભીષણ આગ લાગી હતી.  મળતી જાણકારી અનુસાર, ખેડાના ગોબલેજ પાસે આવેલી ફોરમોસા સિન્ટેથીકસ પ્રાઇવેટ લિમિટેડ નામની ફેકટરીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગ્યાની જાણકારી મળતા નડિયાદ, ખેડા, બારેજા, અસલાલી, ધોળકા અને અમદાવાદના આઠ ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.


આગ એટલી વિકરાળ હતી કે ધૂમાડાના ગોટે ગોટા પાંચ કિલોમીટર દૂરથી જોવા મળતા હતા. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. આગ લાગવા પાછળનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું પ્રાથમિક અનુમાન છે.


Gujarat Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં બહુચરાજીમાં સૌથી વધુ વરસાદ, જાણો ક્યાં કેટલો પડ્યો વરસાદ


Gujarat Unseasonal Rain:  અમદાવાદ સહિત રાજ્યભરમાં મેઘરાજાએ માજા મુકી છે. અમદાવાદ, પાટણ. બનાસકાંઠા સહિતના સ્થળોએ અચાનક આવતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. તો છેલ્લા ઘણા સમયથી પડી રહેલી અસહ્ય ગરમીથી પણ લોકોને રાહત મળી છે. છેલ્લા 24 કલાકમાં મહેસાણાના બહુચરાજીમાં સૌથી વધુ અઢી ઈંચ વરસાદ ખાબક્યો છે.
 
બનાસકાંઠાના દાંતામાં સવા બે ઈંચ, અમદાવાદ શહેરમાં સવા બે ઈંચ, બનાસકાંઠાના વડગામમાં બે ઈંચ, પાટણના ચાણસ્મામાં બે ઈંચ, જોટાણા, બાવળા, કલોલ, વડાલી અને શિનોરમાં પોણા બે ઈંચ તથા નડિયાદ, કડી, પેટલાદમાં સવા સવા ઈંચ વરસાદ ખાબક્યો છે.


રાયપુર દરવાજા પાસે મકાનની દીવાલ ધરાશાયી


અમદાવાદ શહેરમાં રવિવારે સાંજે વીજળીના કડાકા-ભડાકા અને કરા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. શહેરના રાયપુર દરવાજા પાસે મકાનની દીવાલ ધરાશાયી હતી. બંગલાની પોળમાં મકાનની દીવાલ ધરાશાયી થઇ હતી. જોકે આ ઘટનામાં કોઇ જાનહાનિ થયાના અહેવાલ નથી. સ્થાનિક કાઉન્સિલર ઘટનાસ્થળે પહોચ્યા હતા. રવિવારે પડેલા કમોસમી વરસાદના કારણે દીવાલ પડી હોવાની શક્યતા છે.


એએમસીનો પ્રી મોન્સૂન પ્લાન પાણીમાં ગરકાવ