ગાંધીનગર:  ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્ર માટે ભાજપના ધારાસભ્યોની બેઠક મળી  હતી.  ભાજપના ધારાસભ્યોની આ બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી. આર.  પાટિલ પણ હાજર રહ્યા હતા.  4 દિવસના ચોમાસુ સત્ર અંગે ધારાસભ્યોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.  


ડિજિટલ વિધાનસભામાં પ્રથમ વખત મળતા સત્ર અંગે ખાસ ઉપયોગ અંગે માહિતી અપાઈ છે.  9 વિધેયક અંગે ક્યાં વિધાયેકમાં કેવી રીતે રજૂઆત કરવી તે અંગે માર્ગદર્શન અપાયું છે.  2 સરકારી સંકલ્પમાં વિષય અનુસાર પોતાનો પક્ષ મૂકવા રજૂઆત   કરાઈ છે. 


વિપક્ષ દ્વારા સરકારને ઘેરવાના પ્રયાસો ખાળવા અંગે માર્ગદર્શન અપાયું હતું. બેઠકમાં ધારાસભ્યોને કેટલીક સૂચનાઓ પણ આપવામાં આવી છે.  રાષ્ટ્રપતિના સંબોધન સમયે તમામ સભ્યોએ ગૃહમાં હાજર રહેવાની સૂચના આ બેઠકમાં આપવામાં આવી છે.  વિધેયક અને સરકારી સંકલ્પ સમયે તમામ સભ્યોએ ગૃહમાં ઉપસ્થિત રહેવાની  સૂચના  અપાઈ છે.  પ્રશ્નોત્તરીમાં પોતાના પ્રશ્ન સમયે ગૃહમાં અચૂક હાજર રહેવા સૂચના આપવામાં આવી છે.  


ગૃહમાં સંબોધન સમયે તમામ સભ્યોએ કેટલીક મર્યાદાઓને ધ્યાનમાં રાખી બોલવા સૂચના આપવામાં આવી છે.  પ્રધાનમંત્રીએ કરેલી ટકોરનો ઉલ્લેખ કરીને સૂચના આપવામાં આવી છે. 


ઇ-એસેબ્લીનું લોકાર્પણ


ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બે દિવસની ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પ્રોજેક્ટનું ઉદઘાટન કરવા અને વિધાનસભામાં ભાષણ આપવા માટે આમંત્રણ આપ્યું છે. આ દરમિયાન  તેઓ રાજ્યની ઇ-એસેબ્લીનું લોકાર્પણ કરશે.  ગુજરાત પ્રવાસ દરમિયાન તેઓ આયુષ્માન ભવઃ એપ્લિકેશનનું પણ લોન્ચિંગ કરવાના છે. 13 સપ્ટેમ્બરે ગુજરાતની ઈ-એસેમ્બ્લી લોન્ચ કરશે. ગુજરાત વિધાનસભાની કામગીરી સંપૂર્ણ રીતે પેપરલેસ કરવામાં આવી છે. ધારાસભ્યો હવે ટેબલેટથી પોતાના પ્રશ્નો રજૂ કરતા જોવા મળશે. 


ગુજરાત વિધાનસભા બુધવારથી શરૂ થઈ રહી છે ત્યારે રાષ્ટ્રપતિ મુર્મુ વિધાનસભાને સંબોધશે.  13 સપ્ટેમ્બરે ગુજરાતની ઈ-એસેમ્બ્લી લોન્ચ કરશે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે 15મી ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર 13 સપ્ટેમ્બરે બપોરે 12 વાગ્યે બોલાવ્યું છે. આ સત્ર ત્રણ દિવસનું ટૂંકું સત્ર હશે. ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રમાં બે બિલ રજૂ કરવામાં આવશે. તેમાં મેડિકલ યુનિવર્સિટી બિલ અને કોમન યુનિવર્સિટી બિલનો સમાવેશ થાય છે.


 


Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial