નવસારી:  શહેરમાં 5 વોટ્સએપ ગ્રુપના એડમીન સામે પોલીસ ફરિયાદ નોંધાતા ખળભળાટ મચ્યો છે. ભૂસ્તર વિભાગની કચેરીની બહાર બેસી સરકારી ઓફિસરની માહિતી પહોંચાડતા હોવાનો શંકા વ્યક્ત કરવામાં આવી છે. નવસારી ભૂસ્તર વિભાગના માઇનિંગ ઓફિસર કમલેશ આલે દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. શકદાર 3 યુવાનોએ નવસારી ભુસ્તરશાસ્ત્રીની કચેરી ભુસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતાના અધિકારીઓ ઉપર વોચ રાખવા સારૂ મોબાઇલ ફોનમાં વોટસએપ ગ્રુપ બનાવ્યા હતા.


અધિકારીની ચેમ્બરમાં કામ માટે આવેલા ત્રણ લોકોના ફોન રેન્ડમલી તપાસ કરતા ફોનમાંથી વિભાગની માહિતી પહોંચાડતા ગ્રુપો મળી આવ્યા હતા. આ ગ્રુપમાં સરકારી કર્મચારીઓ ક્યાં જાય છે, શું કાર્યવાહી કરે છે, તે માહિતી યેનકેન પ્રકારે તેમજ મોબાઇલ વોટસએપ મેસેજોની આપ લે કરતા હોવાની માહિતી મળતા ફરિયાદ નોંધવામાં આવી છે. વોટ્સએપ ગ્રુપમાં મેસેજથી ખાણ ખનીજના અધિકારી અને કર્મચારીઓનું લાઇવ લોકેશન ટેકસ્ટ તથા વોઇસ મેસેજ દ્વારા આપતા હતા. ખાણ ખનીજ અધિકારીએ આવા પાંચ ગ્રુપ વિરુદ્ધ નવસારી ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ ગ્રુપમાં દક્ષિણ ગુજરાતના રેતી માટીના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો હોવાની આશંકા છે. નવસારી ગ્રામ્ય પોલીસે ગ્રુપ એડમીનના નંબરો લઈ અને તપાસના શરૂ કરી છે.


લકઝરી બસમાં સુરત જતાં પહેલા વાંચી લો આ મોટા સમાચાર, નહીંતર


સુરતમાં ખાનગી બસ એસોસિએશન દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ 21-2-2023 થી તમામ લકઝરી બસો સુરત બહાર થી ઉપડશે અને સવારે બહારથી આવતી તમામ બસો સુરત બહાર જ ઉભી રહેશે. શહેરમાં સવારે-રાત્રે થતા ટ્રાફિકને લઈ નિર્ણય લેવામાં આવ્યો છે. સુરતમાં 150 થી લકઝરી બસના માલિકો દ્વારા મિટિંગમાં જાહેરાત કરવામાં આવી છે. સુરત શહેરમાં દરોજ 500 થી વધુ બસોની આવન જાવન રહે છે, જેમાં મોટાભાગે સૌરાષ્ટ્ર અને અમદાવાદની બસો હોય છે.  


તમામ બસો વાલક પાટિયાથી ઉપડશે


સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ ટ્રાફિક ડીસીપીને પત્ર લખ્યા બાદ ખાનગી બસ ઓપરેટરોએ રોષે ભરાઈને એક મીટિંગ બોલાવી હતી. જેમાં શહેરમાં પ્રવેશવાની છૂટના સમયે પણ ખાનગી બસો શહેરમાં પ્રવેશ નહીં કરે અને 21 તારીખથી વહેલી સવારથી તમામ બસો વાલક પાટિયા ખાતે ઉભી રહી જશે અને ત્યાંથી જ ઓપરેટ થશે તેવો નિર્ણય લેવાયો હતો. મુસાફરોએ પોતાના સ્વખર્ચે બસ સુધી આવવું પડશે અને ત્યાંથી પોતાના સ્થળ પર જવું પડશે.


પ્રસંગો માટે ભાડે કરવામાં આવતી બસ પણ સિટીમાં પ્રવેશ નહીં કરે