બનાસકાંઠા: ધાર્મિક સ્થળ હોય કે પછી કોઈપણ નાનું મોટું મંદિર હોય ત્યાં ઘંટ હોય છે. અને કહેવામાં આવતું હોય છે કે મંદિરમાં ઘંટ વગાડવાથી ભગવાન જાગ્રત થાય છે. તો સાથે સાથે સકારાત્મક ઊર્જાનું સંચાર પણ થતું હોય છે. કરોડો લોકોની આસ્થા પણ મંદિરમાં ઘંટ સાથે જોડાયેલી હોય છે. દેશ દુનિયામાં કોઈપણ નાના મોટા મંદિરે ઘંટ લગાયેલો હોય છે. જ્યારે કોઈપણ ભક્ત મંદિરે દર્શન માટે પ્રવેશે છે ત્યારે સર્વપ્રથમ મંદિરમાં લાગેલા ઘં ને વગાડી ભગવાનના દર્શન કરતા હોય છે.
ગુજરાતનું સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મંદિર દેશ વિદેશમાં વિખ્યાત છે તો મા જગતજનની અંબા પ્રત્યે કરોડો લોકોની આસ્થા જોડાયેલી છે. શક્તિપીઠ અંબાજી મંદિરમાં એક પણ ઘંટ નથી જેને લઈને અંબાજીના સ્થાનિક માતાજીના ભક્ત ધર્મપ્રેમી સુનિલભાઈ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટને લેખિત અરજી કરી કરોડો લોકોના આસ્થાના ભાગરૂપે અંબાજી મંદિરમાં ઘંટ લગાડવાની વિંન્નતી કરી છે.
મંદિરના અંદર જતો દરેક શ્રદ્ધાળુ તિલક કરવાની આશા રાખે પ્રસાદની આશા રાખે અને મંદિરમાં જાય ત્યારે ઘંટ વગાડવાની આશા રાખે શાસ્ત્રોમાં પણ જણાવ્યું છે કે જ્યારે તમે મંદિરમાં જાઓ ત્યારે ઘંટ વગાડો ત્યારે મંદિરમાં રહેલું દેવત્વ જાગૃત થાય છે અને તમારી પૂજા અને દર્શનનો તમને મહત્તમ લાભ મળે છે. શાસ્ત્ર એમ કહે છે કે ધંટારવ કરવાથી શરીરમાં રહેલા સાત ચક્રો પણ ગતિમાન થાય છે. પોઝિટિવિટી થાય છે અને નકારાત્મકતા દૂર થાય છે. દરેક મંદિરના અંદર નાનું મંદિર હોય કે મોટું મંદિર હોય એના અંદર ધંટારો હંમેશા થાય છે.
આપણી સંસ્કૃતિ અને આપણા સાહિત્યમાં પણ અનેક વર્ણોનો થયેલા છે. ત્યારે અંબાજી મંદિરના અંદર આવતો શ્રદ્ધાળુ ધંટાળો કરી શકે એવી કોઈ વ્યવસ્થા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી નહીં. લાખો કરોડો યાત્રિકોના શ્રદ્ધાના કેન્દ્ર એવા માં અંબાના સમક્ષ આવતો દરેક શ્રધ્ધાળુ માતાજી સમક્ષ ઘંટ વગાડી શકે એ માટે વહીવટી તંત્રએ તાત્કાલિક ધોરણે પગલાં લેવા જોઈએ. માં અંબાના સમક્ષ આવતા યાત્રિકના જે મનના જે ભાવો હોય છે એ ભાવને પ્રજલિત કરવા માટે પણ ધંટાળો કરવો જરૂરી છે. જેનાથી એના મનના અંદર ધાર્મિકતાનો એક ભાવ ઉભો થાય છે.
આપણે અનુભવેલું છે કે નાના બાળકો જ્યારે મંદિરમાં આવે ત્યારે ઘંટારવ કરવા માટે ઊંચા નીચા થતા હોય ત્યારે તેમના વડીલો પણ તેમને ખભા ઉપર લઈને મંદિરના ધંટાળો કરાવતા હોય એવા સુખદ્દ અને સુંદર દ્રશ્યો આપણા મનમાં આવે છે. અંબાજી મંદિરના ચાચર ચોકના અંદર ઘંટારવના મધુર સ્વરો ગુજતા થાય તે માટે બહુ ઝડપ રીતે પગલાં લેવા માટે વિનંતી સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે.