Accident: સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લામાં અકસ્માતની હારમાળા સર્જાઈ...ભાવનગર, જામનગર, સુરેંદ્રનગર સુરત વેરાવળમાં અકસ્માતની ઘટના બની..જામનગરમાં જોડીયાના બાલંભા નજીક કચ્છના પદયાત્રીઓને અકસ્માત નડ્યો....જેમાં ત્રણ પદયાત્રીઓના મોત થયા....પદયાત્રીઓ દ્વારકા તરફ જઈ રહ્યા હતા..ત્યારે પાછળથી વાહને પદયાત્રીઓને અડફેટે લીધા હતા. ગમખ્વાર અકસ્માતમાં ત્રણ મહિલા પદયાત્રીઓના મોત થયા..જ્યારે પોલીસે તપાસ હાથ ધરી.

Continues below advertisement

ભાવનગર બસ અકસ્માતમાં 20ને ઇજા

ભાવનગર જિલ્લામાં અલગ અલગ સ્થળે બે ખાનગી બસને અકસ્માત નડ્યો.લીમડા નજીક ખાનગી બસ પલટતા જતા 20થી 25 મુસાફરને ઈજા થઈ..તો સિહોરના બાજુડના પાટિયા પાસે ચાલુ બસમાં આગ લાગી...લીમડા નજીક બસ પલટી જતા ઢસા, દામનગર, રંઘોળાની એમ્બ્યુલન્સમાં ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા..ઈજાગ્રસ્તોને બહાર કાઢવા બે ક્રેઈન અને ચાર JCB મશીનની મદદ લેવાઈ...અકસ્માતની જાણ થતા લાઠીના ધારાસભ્ય પણ ઘટનાસ્થળે પહોંચ્યા.ખાનગી બસ લીલીયાથી સુરત જઈ રહી હતી..

Continues below advertisement

ભાવનગરમાં જાનની બસ સળગી

ભાવનગરમાં જાનૈયાઓની ખાનગી બસમાં આગ લાગતા અફરા-તફરીનો માહોલ સર્જાયો..ખાનગી ટ્રાવેલ્સ નારી ગામથી ગારીયાધાર તાલુકાના ઘોબા ગામે જાનૈયાઓને લઈને જઈ રહી હતી...ત્યારે સિહોરના તાલુકાના બાજુડના પાટીયા પાસે બસ પહોંચી...ત્યારે અચાનક બસમાં આગ લાગી...જો કે સમયસર તમામ જાનૈયાઓએ ઇમર્જન્સી બારીમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો...આ દુર્ઘટનામાં જાનૈયાઓના લાખો રૂપિયા અને બે તોલા સોનું બળીને ખાખ થયું...બનાવની જાણ થતા મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા..

સુરેન્દ્રનગરના લીંબડી- રાજકોટ હાઈવે અકસ્માત

સુરેન્દ્રનગરના લીંબડી- રાજકોટ હાઈવે પર અકસ્માતમાં એકનું મોત થયું છે. બોડીયા નજીક કારને અજાણ્યા વાહનનો ચાલક ટક્કર મારી ફરાર થઇ ગયા હતા. અજાણ્યા વાહન ચાલકની ટક્કરે કારમાં સવાર એક વ્યકિતનું મોત થયું હતું. અકસ્માત સર્જી અજાણ્યા વાહનનો ચાલક  ફરાર થઇ જતાં પોલીસે શોધ માટે ચક્રો ગતિમાન કર્યો છે.  

સુરતના માંગરોળમાં અકસ્માત

સુરતના માંગરોળમાં આઈસર નીચે કચડાઈ જતા યુવકનું મૃત્યુ નિપજ્યું છે. લિંડીયાત ગામે રાહદારી યુવકને બાઈકે મારી ટક્કરતાં યુવકે જીવ ગુમાવ્યો હતો.  બાઈકની ટક્કર એટલી જોરદાર હતી કે,  યુવક ફંગોળાઈને  રોડ પરથી આઈસર નીચે કચડાયો હતો. મૃતકનું નામ સરબજીતસિંહ હોવાનો ખુલાસો થયો છે.

વેરાવળ નજીક અકસ્માત

વેરાવળના આજોઠા નજીક અકસ્માતમાં બાઈક ચાલકનું મોત થયું છે. વેરાવળના આજોઠા નજીકહાઈવે રોડની કામગીરી દરમિયાન બાઈક ખાડામાં  ગબડી પડતાં બાઈક ચાલકે કાબૂ ગુમાવતા 35થી 40 ફૂટ નીચે પટકાતા બાઈકચાલકનું મોત થયું છે. જ્યારે ત્રણને ઇજા પહોચી છે. અશોકગીરી ધનગીરના મોતથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. પોલીસે બનાવની નોંધ કરી હાથ ધરી વધુ તપાસ

સુરતમાં ફરી સામે આવ્યો રફ્તારનો કહેર

સુરતમાં ફરી રફ્તારનો કહેર જોવામળ્યો અહીં, રાત્રીના બેફામ કાર ચાલકે બાઈક સવારને અડફેટ લઈ  લેતા , બે લોકોને ગંભીર ઇજા પહોંચી છે. સુરતના લાલદરવાજા વિસ્તારમાં ગત રાત્રે આ ઘટના બની હતી.  અકસ્માતમાં બાઈકમાં સવાર બે ઈજાગ્રસ્તને સારવારમાં હોસ્પિટલ દાખલ કરાવામાં આવ્યાં છે.પોલીસે CCTV ફૂટેજના આધારે કારચાલકની શોધખોળ શરૂ કરી છે.,