Devbhoomi Dwarka : દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા બંદરનું જહાજ દરિયામાં ડૂબી જવાની ઘટના સામે આવી છે. દેવભૂમિ દ્વારકાના સલાયા બંદરથી પોરબંદર જવા નીકળેલું જહાજ દરિયામાં ડૂબી ગયું છે. ગોષે જીલાની નામનું જહાજ સલાયા બંદરથી પોરબંદર માટે રવાના થયું હતું. ઘટનાની જાણ થતા જ કોસ્ટગાર્ડની ટીમ મદદે આવી પહોંચી હતી અને ડૂબતા જહાજમાંથી ક્રૂ સહીતના 6 લોકોને બચાવી લીધા હતા. આ ડૂબેલા જહાજનું વજન 400 ટન હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જો કે આ જહાજ શા કારણથી ડૂબ્યું એનું હજી સુધી કોઈ કારણ સામે આવ્યું નથી.
દેવભૂમિ દ્વારકાના સલાયા બંદરથી પોરબંદર જવા નીકળેલું જહાજ દરિયામાં ડૂબ્યું, 6 લોકોનો આબાદ બચાવ, જુઓ વિડીયો
gujarati.abplive.com | 27 May 2022 04:15 PM (IST)
Devbhoomi Dwarka News : આ ડૂબેલા જહાજનું વજન 400 ટન હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જો કે આ જહાજ શા કારણથી ડૂબ્યું એનું હજી સુધી કોઈ કારણ સામે આવ્યું નથી.
Devbhoomi Dwarka News