Aamreli News: રાજયમાં વધી રહેલા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતના કિસ્સા ચિંતા વધારી છે. નાની વયે હાર્ટ અટેકના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. કોરોના બાદ નાની વયે આવતા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતની સિલસિલો થંભવાનું નામ લેતો નથી. રાજ્ય દરરોજ સરેરાશ એકથી ત્રણ હાર્ટ અટેકના કિસ્સા બની રહ્યાં છે. અમરેલીમાં એક વિદ્યાર્થિનીનું હાર્ટ અટેકથી મોત થયાનું પ્રાથમિક તારણ  છે. વિદ્યાર્થિની શાળામાં પેપર લખતાં અચાનક ઢળી પડી હતી.


અમરેલીમાં  શાંતાબા ગજેરા વિદ્યા સંકુલની વિધાર્થીનીનું  મોત થયું છે. સાક્ષી નામની વિદ્યાર્થિની શાળામાં પરીક્ષા આપી રહી હતી. પેપર લખતા- લખતા તે અચાનક જ ઢળી પડી હતી. તાબડતોબ વિદ્યાર્થિનીને હોસ્પિટલ પહોંચાડવામાં આવી હતી. જો કે દુર્ભાગ્યવશ તબીબે તેને મૃત જાહેર કરી, વિદ્યાર્થિનીની જિંદગી ન બચાવી શકાય. સાક્ષી  નવમાં ધોરણમાં અભ્યાસ કરતી હતી. ખાનગી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર માટે તેમને લઇ જવાય હતી જો કે  સારવાર દરમિયાન  તેમનું મોત થયું હતું. સાક્ષી મૂળ જસદણ તાલુકાના વિછીયા ગામની રહેવાસી હતી.  પ્રાથમિક તારણમાં મોતનું કારણ હાર્ટ અટેક માનવામાં આવી રહ્યું છે. જો કે મોતનું સ્પષ્ટ કારણ પોસ્ટમોર્ટમ બાદ સામે આવશે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં હાર્ટ અટેકથી 5 લોકોએ જિંદગી ગુમાવી છે. સુરતમાં ત્રણ તો ભાવનગર અને વડોદરામા એક –એકનું મોત થયું છે.


છેલ્લા થોડા સમયમાં હાર્ટ એટેકથી થયેલા મોત


તારીખઃ 15 ઓક્ટોબર 2023



સ્થળઃ ઈચ્છાપોર, સુરત


માતાજીની મૂર્તિ લઈને પરત


ફરતા સમયે હાર્ટ એટેકથી મોત


તારીખઃ 14 ઓક્ટોબર 2023


સ્થળઃ પાદરા


યુવક ઓચિંતા ઢળી પડ્યો


તારીખઃ 14 ઓક્ટોબર 2023


સ્થળઃ ગોધરા


શહેરાની કોલેજમાં કલાર્ક તરીકે ફરજ


બજાવતા યુવકનું હૃદયરોગના હુમલાથી મોત


તારીખઃ 13 ઓક્ટોબર 2023


સ્થળઃ ભુજ સ્વામિનારાયણ મંદિર


મોડાસા માર્કેટયાર્ડના સેક્રેટરી ઘનશ્યામભાઈ


ભટ્ટનું મંદિરમાં દર્શન વખતે ઢળી પડ્યા


તારીખઃ 13 ઓક્ટોબર 2023


સ્થળઃ વડોદરા


કારેલીબાગના 26 વર્ષીય યુવકનું


હાર્ટ એટેકથી નિધન


તારીખઃ 12 ઓક્ટોબર 2023


સ્થળઃ ઓલપાડ


42 વર્ષીય રત્નકલાકાર વિપુલભાઈ હિંચકા પર


બેઠા હતા અને હૃદયરોગનો હુમલો આવ્યો


તારીખઃ 12 ઓક્ટોબર 2023


સ્થળઃ સુરત


સુરતના વેસુમાં કલર કામ કરતા યુવકને


છાતીમાં દુઃખાવો ઉપડ્યો અને હાર્ટ એટેક આવ્યો


તારીખઃ 10 ઓક્ટોબર 2023


સ્થળઃ જામનગર


ધો. 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું યોગા


દરમિયાન હાર્ટ એટેક આવતા મોત


તારીખઃ 5 ઓક્ટોબર 2023


સ્થળઃ સુરત


પ્રિ-નવરાત્રિ નિમિતે ગરબા રમતા 26 વર્ષીય


યુવકનું હાર્ટ એટેકથી થયું નિધન


તારીખઃ 25 સપ્ટેમ્બર 2023


સ્થળઃ જામનગર


ગરબાની પ્રેકટિસ દરમિયાન 19 વર્ષીય યુવકને


હાર્ટ એટેક આવતા સારવાર પહેલા થયું મોત