Chotaudepur: સરસ્વતીના સાક્ષતવાસ સમા શિક્ષણના ધામમાં શિક્ષકની શરમજનક કરતૂતની ઘટના છોટાઉદેપુરના કવાંટ તાલુકાના ગેલેશર પ્રાથમિક શાળાથી સામે આવી છે. અન્ય શાળા એવી નસવાડી તાલુકાની કુકરદા સરકારી માધ્યમિક શાળામાં પ્રવાસી શિક્ષક તરીકે ફરજ બજાવતા યોગેશ વિષ્ણુ રાઠવાએ દારૂના નશામાં ગેલેશર પ્રા. શાળામાં જઈ દુર્વ્યવહાર કર્યો, સરસ્વતીના ફોટાને લાત મારી અપમાનિત કર્યા.
કવાંટ તાલુકાના ગેલેશર પ્રાથમિક શાળાનો એક વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં એક શખ્સ શાળામાં તોડફોડ કરી રહ્યો છે અને શિક્ષણની દેવી સરસ્વતીની તસવીરને લાત મારી અપમાનિત કરી રહ્યો છે. આ શખ્સ બીજું કોઈ નહિ પરંતુ નસવાડી તાલુકાના કુકરદા સરકારી માધ્યમિક શાળામાં પ્રવાસી શિક્ષક તરીકે ફરજ બજાવતો બેશરમ શિક્ષક યોગેશ વિષ્ણુ રાઠવા છે. ગેલેશર ગામે લગ્ન પ્રસંગમાં આવેલા નસવાડી તાલુકાના ભરવાડા ગામનો રહેવાસી અને કુકરદા સરકારી માધ્યમિક શાળામાં પ્રવાસી શિક્ષક યોગેશ વિષ્ણુ દારૂના નશામાં હતો અને પોતાને પત્રકાર જણાવી શાળાનો રેકોર્ડ ચેક કરવા લાગ્યો, એટલું જ નહીં પરંતુ શાળામાં હાજર શિક્ષકો સાથે ગેરવર્તણૂંક કરી.
શાળાના શિક્ષકોએ ઓળખ કાર્ડ માંગ્યું તો ઉશ્કેરાઈ જઈ યોગેશ વિષ્ણુએ કોમ્પ્યુટર ફેંકી દીધું. બાજુમાં જેની દરરોજ પૂજા કરાય છે તેવા સરસ્વતી માતાની તસવીરને લાત મારી અપમાનિત કર્યા. સમગ્ર બાબતે શાળાના શિક્ષકોએ ગ્રામજનોને બોલાવ્યા તો ગામલોકો સાથે પણ તોછડું વર્તન કર્યું. ગામલોકોએ પોલીસને જાણ કરતા પોલીસે કાર્યવાહી તો કરી પરંતુ પોલીસે માત્ર યોગેશ વિષ્ણુ નશાની હાલતમાં શાળાની બહાર મળી આવ્યાનો આરોપ લગાવી કાર્યવાહી કરી. સામાન્ય આરોપોને લઈ વીડિયોમાં હેવાનીયતની હદ પાર કરતા યોગેશ વિષ્ણુ રાઠવાને કોર્ટમાંથી જામીન મળી જતા હાલ તે બહાર છે. જો કે હવે સમગ્ર મામલે વીડિયો વાયરલ થતા કડક પગલાં લેવાય તેવી માંગ ઉઠી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફ્લાવર શોની ટિકિટનો દર ઘટાડીને કેટલો કરવા કર્યુ સૂચન ?
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 'અમદાવાદ ફ્લાવર શૉ 2023’ નો શુભારંભ કરાવ્યો. ઉદ્ઘાટન બાદ મુખ્યમંત્રી સહિત તમામ મહાનુભાવોએ ફ્લાવર શોના વિવિધ આકર્ષણો નિહાળ્યા હતા. અહીં વિવિધ પ્રકારના દેશી અને વિલાયતી ફૂલોમાંથી બનેલા જીરાફ, હાથી, G20, U20, આઝાદી કા અમૃત મહોત્સવ, મિલેટ યર, વિવિધ દેવી દેવતાઓ, યોગા, ફૂટબોલ જેવા આકર્ષક સ્કલ્પચરને મુખ્યમંત્રી બિરદાવ્યા હતા. ફ્લાવર શોને ખૂલ્લો મુક્યા બાદ ટિકિટનો દર ઘટાડાવા મુખ્યમંત્રીએ સૂચન કર્યુ હતું. એન્ટ્રી માટની ટિકિટ ઘટાડીને 20 રૂપિયા કરવા સીએમે સૂચન કર્યુ હતું. ફ્લાવર શોની મુલાકાત માટે ટિકિટનો દર 30 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે.
કઈ થીમ પર આધારિત છે ફ્લાવર શો
આ વર્ષે ફલાવર શો આઝાદી કા અમૃત મહોત્સવ અને જી-20ની થીમ ઉપર આધારિત છે. સવારે દસથી રાત્રિના દસ કલાક સુધીનો સમય ફલાવર શો માટે નકકી કરવામા આવ્યો છે. 35 લાખના ખર્ચથી શરૂ કરવામાં આવેવા ફલાવર શો પાછળ આ વર્ષે ત્રણ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. અંદાજે 10 લાખથી વધુ મુલાકાતીઓ શોની મુલાકાત લેશે.