Amreli : સાવરકુંડલાના ઘનશ્યામ નગરમાં વાડી વિસ્તારમાં ત્રણ વર્ષ બાળક ઉપર વન્યપ્રાણીએ હુમલો કરી ફાડી ખાધો છે. મોડી સાંજે સતિષભાઈ સુહાગિયાની વાડીએ ઘટના બની હતી. ખેત મજૂરી કરનાર પરપ્રાંતિય પરિવારના ત્રણ વર્ષના બાળકને સિંહ ઉપાડી ગયો હોવાનું અનુમાન છે. ઘટનાની જાણ થતાં સાવરકુંડલા રેન્જ આરએફઓ ચાંદુ અને વન વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. 


મોડી રાતના બાળકના અવશેષો દૂરની વાડી વિસ્તારમાંથી મળી આવ્યા હતા. વન વિભાગ દ્વારા બે પાંજરા મૂકી વન્ય પ્રાણીને પકડવા કવાયત હાથ ધરી છે. ભોગ બનનાર બાળકનું નામ નીતિન રાકેશભાઈ (ઉ.વર્ષ 3) છે. 


Panchmahal : કૂવામાં જીપ ખાબકતા બે લોકોના મોત, મંત્રી નિમિષા સુથાર પણ ઘટનાસ્થળે દોડી આવ્યા

Panchmahal :
 પંચમહાલમાં પાણી ભરેલા કૂવામાં તુફાન જીપ ખાબકતા બે લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. મોરવા હડફ તાલુકાના દેલોચ ગામની ઘટના છે. કૂવામાંથી બે લોકોનાં મૃતદેહ મળી આવ્યા છે. કૂવામાં પાણી ભરેલ હોવાને કારણે મોડી રાત્રે રેસ્કયુની કામગીરી થઈ શકી ન હતી. આરોગ્યના મંત્રી નિમીષા સુથાર પણ મોડી રાત્રિએ ઘટના સ્થળે પહોંચ્યાં હતાં.


સ્થાનિક પોલીસ અને મામલતદાર સહિત ગોધરા ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી કૂવામાં ખાબકેલ તુફાન જીપ બહાર કાઢવા માટેનાં પ્રયાસ હાથ ધરવામા આવ્યાં હતાં.


Gujarat Accident : નવા વર્ષે અલગ અલગ અકસ્માતમાં 4 લોકોના મોત, જાણો ક્યાં ક્યાં થયો અકસ્માત?


Gujarat Accident : ગુજરાતમાં નવા વર્ષે થયેલા અલગ અલગ અકસ્માતમાં 4 લોકોના મોત નીપજ્યા છે. ત્રણેય અકસ્માતની વાત કરીએ તો બે અકસ્માત તો બનાસકાંઠા જિલ્લામાં જ બન્યા હતા. વડગામના જલોત્રા નજીક અકસ્માત સર્જાયો હતો. જીપ ડાલુ પલટી જતા 1નું મોત થયું છે. જ્યારે 10ને સામાન્ય ઇજા પહોંચી છે. પાલનપુરના બાદરગઢ ગામના યુવકનું મોત નીપજતા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે. વડગામ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. 


અન્ય અકસ્માતમાં બનાસકાંઠામાં દાંતા તાલુકાના હડાદ નજીક અકસ્માત એકનું મોત થયું છે. જ્યારે એક ઘાયલ થયો છે. હડાદના માકન ચંપા પાસે બાઈક સ્લીપ થતા ચાલકનું મોત નીપજ્યું હતું. ઘાયલને સારવાર અર્થે હડાદ રેફરલમાં ખસેડાયો છે. અકસ્માતને પગલે હડાદ પોલીસે તપાસ હાથ ધરી છે. 


ભરૂચ ટંકારીયા ગામ પાસે બાઈકનો બસ સાથે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ટંકારીયાના બે યુવાનોના મોત નીપજ્યા છે. એસટી બસ સાથે અકસ્માત સર્જાયો હતો.