પાટણ: રાધનપુરમાં યુવક યુવતીએ આપઘાત કર્યો છે. રાઘનપુરના અમીરપુરા ગામની સિમમાં આવેલ થુમડી ખાતે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી કરી છે. આરતી રાણા નામની યુવતી તેમજ ઠાકોર પ્રવીણ નામના યુવકે કર્યો અગમ્ય કારણસર જીવન ટૂંકાવતા ચકચાર મચી જવા પામી છે. સ્થાનિકોએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. ત્યાર બાદ રાઘનપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી બન્ને મૃતદેહને નીચે ઉતારી પીએમ અર્થે રેફરલ હોસ્પિટલે ખસેડ્યા હતા. યુવક યુવતીએ ક્યાં કારણે આત્મહત્યા કરી તેનું કારણ અકબંધ છે.
માત્ર 8 વર્ષની બાળકીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરતા અરેરાટી
નવસારી: વાલીઓ માટે ચેતવણીરુપ કિસ્સો સામે આવ્યો છે. ચીખલીના ખૂંધ ગામે 8 વર્ષીય બાળાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવતા અરેરાટી મચી જવા પામી છે. શના મુરીમાં ધોરણ 3 માં અભ્યાસ કરતી બાળકીએ અંતિમ પગલું ભર્યું છે. આ બાળકી રાજકોટથી ચીખલી નાનાને ત્યાં વેકેશન ગાળવા આવી હતી. માતાએ ઠપકો આપતાં આવેશમાં આવી તેને ડરાવવા માટે એક રૂમમાં ઓઢણી વડે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. ચીખલી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે. મોબાઈલના વળગળને કારણે કૂમળી વયના બાળકોએ સહન શક્તિ ગુમાવી છે.
પિતાએ બે સંતાનોની ગળું દબાવી હત્યા કરી
દાહોદના ડુંગરીમાં એક ચોંકાવનારી ઘટના બની છે. ડુંગરીમાં પિતાએ કરી પુત્ર અને પુત્રીની હત્યા કરી છે. ઘરકંકાસ અને સાસરીના ત્રાસથી કંટાળી પિતાએ તેના બન્ને સંતાનની ગળું દબાવી હત્યા કર્યા બાદ પોતે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. વહેલી સવારે બન્ને સંતાનનું ગળુ દબાવી હત્યા કર્યા બાદ પોતે ઝાડ ઉપર લટકી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. મૃતકમાં 12 વર્ષીય બાળકી અને 7 વર્ષીય બાળકની હત્યા કરી છે. યુવકે સ્યુસાઈડ નોટ લખી છે. લીમડી પોલીસે આરોપી પિતાની અટકાયત કરી તપાસ હાથ ધરી છે. બન્ને બાળકોના મૃતદેહ ને પી.એમ અર્થે ખસેડાયા છે.
રાજકોટમાં માતાએ બે સંતાનોને ઉતાર્યા મોતને ઘાટ
રાજકોટમાં ચકચારી ઘટના બની છે. શહેરમાં માતાએ જ પોતાના બે બાળકોની હત્યા કરી પોતે આત્મહત્યા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. શહેરના આંબેડકર નગરમાં બોલાચાલીમાં મહિલાએ આત્મહત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. રાજકોટના એસ.ટી.વર્કશોપ પાછળ આવેલા આંબેડકર નગરમાં રહેતા મનીષા પરમારે પોતાના પાંચ વર્ષના પુત્ર ભાર્ગવ અને છ માસની પુત્રી ઇસીતાની હત્યા કરી હતી. બાદમાં તેમણે પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ મામલે માલવિયાનગર પોલીસે તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મનીષાબેનને તેમના પતિ સાગર સાથે બોલાચાલી થતા આ પગલુ ભર્યાની આશંકા છે.