પાટણ: શહેરમાં યુવકે આત્મહત્યા કરી છે. શહેરની નીલમ સિનેમાથી ભાટિયાવાડ જવાનાં માર્ગ પર યુવતે બંધ મકાનની છતના બહારના ભાગે ગળેફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું હતું. યુવકનો લટકતી હાલતમાં મૃતદેહ જોઈ સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. જો કે, યુવકના જીવન ટૂંકાવવાનું કારણ હજુ અકબંધ છે. અગમ્ય કારણોસર યુવકે મોતને વ્હાલુ કરતા સમગ્ર પંથકમાં અરેરાટી મચી ગઈ છે અને પરિવારમાં શોકનો માહોલ છવાયો છે, હાલમાં પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહ નીચે ઉતારી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના
શિક્ષક અને વિદ્યાર્થીના સંબંધોને પવિત્ર માનવામાં આવે છે. ગુરુ અને શિષ્યના સંબંધોને લઈને અનેક કહાનીઓ આપણા ઈતિહાસમાં જોવા મળી છે. પરંતુ આજે જે ઘટના વલસાડ પંથકમાં સામે આવી છે તેને લઈને ગુરુ શિષ્યના સંબંધોને લાંચ્છન લાગ્યું છે. આ ઉપરાંત શિક્ષણ જગત પણ શર્મસાર થયું છે.
અમે વાત કરી રહ્યા છીએ સેલવાસના એક રંગીલા શિક્ષકની. સેલવાસના જાણીતા ટ્યુશન ક્લાસના શિક્ષકની ગંદી હરકતથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. સેલવાસના ટોકર ખાડાના લેન્ડમાર્ક બિલ્ડીંગના ટ્યુશન ક્લાસના શિક્ષકે શિક્ષણ જગતને કલંકીત કરે તેવું કૃત્ય કર્યું છે. હકિકતમાં આ શિક્ષકે ટ્યુશન ક્લાસની વિદ્યાર્થિનીઓને અશ્લીલ મેસેજ કરી પજવણી કરતો હતો. મામલો પોલીસ સ્ટેશન પહોંચતા પોલીસે રંગીલા શિક્ષક સામે કાયદેશરની કાર્યવાહી કરી છે.
વારંવાર વિદ્યાર્થિનીઓ મેસેજ કરતા શિક્ષક સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જે બાદ પોલીસે સ્થળ પર પહોંચી રોહિત નામના શિક્ષકની અટકાયત કરી લીધી છે. મોડી રાત્રે વિદ્યાર્થીનીઓને ગંદા મેસેજ કરી પરેશાન કરતો હોવાનો આક્ષેપ આ શિક્ષક સામે લાગ્યો છે.વિદ્યાર્થિનીઓએ કરેલા આક્ષેપ અંગે સેલવાસ પોલીસે તપાસ શરુ કરી છે.
અમદાવાદમાં શિક્ષક બન્યો શેતાન
અમદાવાદમાં એક શિક્ષક સામે વિદ્યાર્થિની ઉપર બળાત્કાર કરવાનો આરોપ લાગ્યો છે. એક સગીરા પર તેના ટયુશનના શિક્ષક દ્વારા બળાત્કાર કર્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. જોકે સગીરાએ ટ્યુશન છોડાવી લીધા બાદ પણ શિક્ષક દ્વારા તેને પ્રેમ પત્ર લખી હેરાન કરતો હતો અને સગીરાનો પીછો કરી તેને પરેશાન કરતો હતો. જેને લઈને દાણીલીમડા પોલીસ સ્ટેશને ફરિયાદ નોધાઇ છે. સગીરાના પરિવાર દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસ ટ્યુશન શિક્ષકની ધરપકડ કરી છે.