Surendranagar News: સરકારી યોજનાઓથી (Government Schemes) લઈને બેંક ખાતું ખોલાવવા માટે વિવિધ પ્રકારના દસ્તાવેજોની જરૂર પડે છે. આવા ઘણા દસ્તાવેજો છે, જે તમારી પાસે રાખવા અથવા બનાવવા માટે જરૂરી છે. આધાર કાર્ડ (Aadhaar Card) પણ એક એવો મહત્વપૂર્ણ દસ્તાવેજ છે, જે દરેક જગ્યાએ જરૂરી છે. જોકે સુરેન્દ્રનગર પોસ્ટ ઓફિસ (Surendranagar Post Office) ખાતે આધાર કાર્ડ અપડેટ (Aadhaar Card Update) કરાવવા માટે વહેલી સવારથી લોકોએ લાંબી લાઇનો લગાવી ઠે. તંત્ર દ્વારા દૈનિક માત્ર ૩૫ લોકોને જ આધારકાર્ડ અપડેટ માટે ટોકન આપવામાં આવતા અન્ય અરજદારોને ધરમધક્કો ખાવાની નોબત આવી હતી.
લોકોની શું છે માંગ
મુખ્ય પોસ્ટ આફિસ (Main Post Office) ખાતે વહેલી સવારથી લાંબી લાઇનમાં (Long queue from early morning) ઉભા રહે છે પરંતુ ટોકન માત્ર ૩૫ લોકોને જ મળતા અરજદારોમાં રોષ જોવા મળી રહ્યો છે. મુખ્ય પોસ્ટ આફિસ સિવાય જનસેવા કેન્દ્ર (Jan Seva centre) અને બેંકોમાં આધારકાર્ડ અપડેટ કરાવવાની કામગીરી બંધ રહેતા લોકોને ભારે હાલાકી પડી રહી છે. આધારકાર્ડ અપડેટ કરાવવા માટે તંત્ર દ્વારા પુરતી વ્યવસ્થા કરાવવામાં આવે તેવી લોકોની માંગ છે.
આધાર કાર્ડમાં તમે આ વસ્તુ બદલી શકતા નથી
આધાર કાર્ડમાં તમારો 16 અંકનો નંબર ક્યારેય બદલી શકાતો નથી. એટલે કે, એકવાર તમને આધાર નંબર આપવામાં આવ્યા પછી, તે તમારા જીવનભર તમારી પાસે રહેશે. તમે નવું આધાર ડાઉનલોડ કરી શકો છો, પરંતુ તમે બીજા નંબરથી આધાર કાર્ડ બનાવી શકતા નથી. આધારમાં તમારી ફિંગરપ્રિન્ટ અને રેટિના જેવા બાયોમેટ્રિક્સ હોય છે. આ જ કારણ છે કે તેને નકલી માધ્યમથી ફરીથી બનાવી શકાતું નથી.
આ બાબતોમાં સુધારો માત્ર એક જ વાર થઈ શકે છે
હવે અમે તમને તે વસ્તુઓ વિશે માહિતી આપીએ જેમાં માત્ર એક જ વાર સુધારણા કરી શકાય છે. એટલે કે તમને એક જ તક મળશે જેમાં તમે ભૂલ સુધારી શકો. આધાર કાર્ડમાં જન્મતારીખ અને લિંગમાં સુધારો માત્ર એક જ વાર કરી શકાય છે. આ સિવાય બે વાર નામ બદલવાની તક મળે છે. તમે આવા તમામ સુધારા ઓનલાઈન પણ કરાવી શકો છો, આ માટે તમારે 50 રૂપિયાની ફી ચૂકવવી પડશે. આ ઉપરાંત, તમે આધાર કેન્દ્રની મુલાકાત લઈને પણ તમારા કાર્ડમાં સુધારો કરાવી શકો છો.