Gujarat Assembly Election Result: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનું ખાતું ખુલ્યું છે. આમ આદમી પાર્ટીના 5 ઉમેદવારોએ જીત મેળવી છે. આ પ્રસંગે અરવિંદ કેજરીવાલે તમામ લોકોને શુભેચ્છા પાઠવી છે. આ ઉપરાંત હવે આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી પણ બની જશે. આપના જે પાંચ ઉમેદવારો જીત્યા છે તેમાં, બોટાદ વિધાનસભાના ઉમેશ મકવાણાની જીત થઈ છે. જ્યારે ગારીયાધાર બેઠક પર સુધીર વાઘાણીની જીત થઈ છે. જામજોધપુર બેઠક પર હેમંત ખવાની જીત થઈ છે. વિસાવદર બેઠક પર ભુપેન્દ્ર ભાયાણીની જીત થઈ છે. ડેડીયાપાડા બેઠક પર ચૈતર વસાવાની જીત થઈ છે.
ડેડિયાપાડા સીટ પરથી જીતનારા આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા કોણ છે ?
ગુજરાત વિધાનસભાના ચૂંટણી પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે. જેમાં નર્મદા જિલ્લાના ડેડિયાપાડા સીટ પરથી આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાની જીત થઈ છે. આ બેઠક પર ચૈતર વસાવાને એક લાખથી વધુ વોટ મળ્યા છે. જ્યારે બીજા નંબરે રહેલા ભાજપના ઉમેદવાર હિતેશકુમાર દેવજીભાઈ વસાવાને 60 હજારથી વધુ મોટ મળ્યા છે.
કોણ છે ચૈતર વસાવા
ચૈતર વસાવા સામાન્ય પરિવારમાંથી આવે છે. તે 10-12 વર્ષથી સક્રિય રાજકારણમાં છે. તેમના પત્ની શકુંતલા વસાવા બે વખત નર્મદા જિલ્લા પંચાયતનાં સભ્ય રહી ચૂકી છે અને હાલ પણ સભ્યપદે છે, તેમના દાદા ભંગડાભાઈ વર્ષોથી ખેત-મજૂરી કરતા હતા. તેમને પાંચ પુત્રો છે, જેમાં તેમના પિતા દામજીભાઈ વસાવા સૌથી મોટા છે. તેમને પણ ચાર બહેન અને પાંચ ભાઈ છે.
ગુજરાત ચૂંટણી પરિણામ લાઈવ જોવા અહીં ક્લિક કરો : Live Updates
નોકરી છોડ્યા પછી ઘણી મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડ્યો હતો. લોકોના પ્રશ્નો ઉઠાવતી વખતે જેલમાં જવું પડ્યું ત્યારે સ્થિતિ વિકટ બની હતી. ત્રણ મહિના રાજકોટ જેલમાં અને સાત મહિના તડીપારમાં બહાર રહેવાનું થયું. આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ ગઈ હતી, પણ મારા ગામના લોકો અને આજુબાજુના ગામના લોકોએ ખૂબ સાથ-સહકાર આપ્યો હતો. જેમનાથી બને એ રીતે 500 રૂપિયાથી લઈને 5 હજાર રૂપિયા સુધીની મદદ કરતા હતા. એનાથી મારું મનોબળ મજબૂત થયું હતું.