બોટાદ: જિલ્લા આમ આદમી પાર્ટીમાં વિરોધ શરૂ થયો છે. બોટાદ 107 વિધાનસભા આપના ધારાસભ્યની સામે જિલ્લા સંગઠનના હોદેદારો-કાર્યકરો વિરોધમાં આવ્યા છે.  ધારાસભ્ય બન્યા બાદ ઉમેશ મકવાણા કોઈ કામ કરતા ન હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. સર્કિટ હાઉસ ખાતે મળેલ બેઠકમાં એસી.એસ.ટી. સેલ, માલધારી સેલના પ્રમુખ સહિત જિલ્લાના સંગઠનના હોદેદારોએ રાજીનામુ આપવાનું નિવેદન આપ્યું છે. આગામી નગરપાલિકાની ચૂંટણીમાં આપની સામે કામ કરીશું તેવું પણ નિવેદન આપ્યું છે. ધારાસભ્ય ઉમેશ મકવાણા કામ ન કરતા હોય જેને લઈ પ્રદેશ કક્ષાએ પણ રજુવાત કરવામાં આવેલ હોવાનું આગેવાન દ્રારા નિવેદન આપવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટી જિલ્લા સંગઠનમાં વિરોધ થતા રાજકારણ ગરમાયું છે.


સુરતમાં ક્રિકેટ રમતી વખતે વધુ એક યુવકનું મોત


સુરત: ક્રિકેટ રમતી વખતે વધુ એક યુવકનું મોત થયું છે. ઓલપાડના નરથાણ ગામે ક્રિકેટ રમતી વખતે બેભાન થયા બાદ યુવકનું મોત થયું છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર નિમેષ આહિર નામનો યુવક ક્રિકેટ રમતી વખતે જ્યારે ફિલ્ડિંગ કરતો હતો તે દરમિયાન બેભાન થઈ ગયો હતો. જે બાદ તેનું મોત નિપજ્યું. નોંધનીય છે કે, ઘટના પૂર્વે નિમેષ આહિરે ૧૪ બોલમાં ૪૨ રન ફટકાર્યા હતા. યુવકના મોતથી આહિર સમાજમાં શોકની લાગણી ફેલાઈ છે. હાલમાં યુવકના મૃતદેહને પીએમ અર્થે સુરત સિવિલ ખસેડાયો છે. તમને જણાવી દઈએ કે, એક મહિના અગાઉ જ સેલુત ગામે કિશન પટેલ નામના યુવકનું ક્રિકેટ રમતી વખતે મોત નિપજ્યું હતું.


અમદાવાદમાં BMW કાર વડે દંપત્તિને અડફેટે લેનાર સત્યમ શર્માની રાજસ્થાનથી અટકાયત


અમદાવાદમાં થયેલા BMW  હિટ એન્ડ રન કેસ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે.  BMW હિટ એન્ડ રન કેસના આરોપી સત્યમ શર્માની અટકાયત કરવામાં આવી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાનથી સત્યમ શર્માની અટકાયત કરી છે. આરોપી સત્યમ શર્મા ગુજરાતને અડીને આવેલ રાજસ્થાનના ડુંગરપુરમાં હોવાની બાતમી મળી હતી. જે બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ડુંગરપુરની એક હોટલ આરોપીને ઝડપી પાડ્યો હતો.





અમદાવાદમાં હિટ એન્ડ રનનો ભોગ બનેલ દંપત્તિ પહેલીવાર મીડિયા સામે કર્યો મોટો ખુલાસો


અમદાવાદના એસજી હાઇવે પર થયેલા હિટ એન્ડ રનની ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલ પતિ પત્ની પ્રથમ વાર મીડિયા સમક્ષ આવી પોતાની વ્યથા ઠાલવી છે. abp asmita સાથે ખાસ વાત કરતા ઈજાગ્રસ્ત અમિતભાઈ અને તેમના પત્ની મેઘા બેને પોતાની નજર સમક્ષ બનેલ ઘટના વર્ણવી અને અકસ્માત બાદ તેઓ કઈ રીતે પરેશાન થઈ રહ્યા તે પણ કહ્યું. 


આ કિસ્સામાં ખવડાવી પીવડાવીને મામલો દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે


ઈજાગ્રસ્ત દંપતીનું કહેવું છે કે આ કિસ્સામાં ખવડાવી પીવડાવીને મામલો દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેમને આશા નથી કે તમને ન્યાય મળશે પરંતુ તેમની માંગ છે કે આ મામલે ઉદાહરણ સાબિત થાય તે મુજબની કાર્યવાહી થવી જોઈએ જેથી કરીને લોકો ડ્રીંક એન્ડ ડ્રાઇવ ન કરે. ઇજાગ્રસ્ત મેઘાબેનનું કહેવું છે કે ડાબા પગની ઘૂંટણનો નીચેનો બોલ ખસી જવાના કારણે તેમને ખાટલો ભોગવાનો વારો આવ્યો છે એટલે કે ત્રણ મહિના સુધી તેમને બેડરેસ્ટ કરવો પડશે. તેઓ જ્યારે દીકરા માટે પિચકારી લેવા નીકળ્યા તે સમયે એક કાર ડિવાઈડર તોડી અને તેમની પાસે ઘસી આવી જેના કારણે તેઓ છ ફૂટ સુધી ફેકાઈ ગયા, જ્યારે તેમના પતિને જમણા પગે એંકલમાં ફ્રેક્ચર આવવાથી આરામ કરવાની ફરજ પડી રહી છે.