ABP અસ્મિતાએ પોતોના એક કર્મનીષ્ઠ સંવાદતાતા ગુમાવી દીધા છે. પાટણ જિલ્લાના એબીપી અસ્મિતાના સંવાદદાતા વિનોદભાઈ ગજ્જરનું કોરોના સંક્રમણથી નિધન થયું છે. વિનોદભાઈ ગજ્જરની છેલ્લા 15 દિવસથી સારવાર ચાલી રહી હતી. વિનોદભાઈ ગજ્જ ઘણા લાંબા સમયથી પાટણ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પત્રકાર તરીકે કાર્યરત હતા. ગ્રામિણ વિસ્તાર અને સામાન્ય નાગરિકોની સમસ્યાઓને વાચા આપવા તેઓ હરહંમેશ પ્રયત્નશીલ રહેતા હતા. કોરોના સંક્રમિત થયા બાદ 2 સપ્તાહ સુધી તેઓ કોરોનાની બિમારી સામે ઝંઝૂમતા રહ્યા. ડોક્ટરોના અથાગ પ્રયાસ બાદ પણ વિનોદભાઈ બચી ન શક્યા તેનું એબીપી અસ્મિતા પરિવારને દર્દ છે. એબીપી અસ્મિતા પરિવારના તમામ સભ્યો વિનોદભાઈને અશ્રુભીની શ્રદ્ધાંજલિ પાઠવે છે.
ABP અસ્મિતાના પાટણના કર્મનીષ્ઠ સંવાદદાતા વિનોદભાઈ ગજ્જરનું કોરોનાથી નિધન
એબીપી અસ્મિતા વેબ ટીમ | 06 May 2021 11:00 AM (IST)
ડોક્ટરોના અથાગ પ્રયાસ બાદ પણ વિનોદભાઈ બચી ન શક્યા તેનું એબીપી અસ્મિતા પરિવારને દર્દ છે.
ફાઈલ તસવીરઃ વિનોદભાઈ ગજ્જર