Gujarat-Himachal Exit Poll 2022: ગુજરાત ચૂંટણીમાં બીજા અને અંતિમ તબક્કાનું મતદાન સોમવારે (5 ડિસેમ્બર) પૂર્ણ થયું છે. રાજ્યમાં પ્રથમ તબક્કા માટે 1 ડિસેમ્બરે મતદાન થયું હતું. એબીપી ન્યૂઝ સીવોટ સર્વેમાં સૌરાષ્ટ્ર કચ્છના આંકડા સામે આવ્યા છે. સૌરાષ્ટ્ર કચ્છમાં કુલ 54 બેઠકો છે.
સૌરાષ્ટ્ર કચ્છમાં કોને કેટલી બેઠકો
ભાજપ-38
કૉંગ્રેસ-10
આપ-5
અન્ય -1
સૌરાષ્ટ્ર કચ્છમાં કોને કેટલા ટકા મત મળશે
ભાજપ-43
કૉંગ્રેસ-36.8
આપ-17.1
અન્ય -3.1
ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કામાં કુલ 63 ટકા મતદાન થયું હતું. બીજા તબક્કામાં 5 વાગ્યા સુધી સરેરાશ 62 ટકા મતદાન થયું છે. હિમાચલ પ્રદેશમાં માત્ર એક જ તબક્કામાં મતદાન થયું હતું. હિમાચલ પ્રદેશમાં 12 નવેમ્બરે મતદાન દરમિયાન 75 ટકાથી વધુ મતદાન થયું હતું. બંને રાજ્યોના ચૂંટણી પરિણામો 8 ડિસેમ્બરે જાહેર થશે.
ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં છેલ્લા 27 વર્ષથી ભાજપની સરકાર છે. 2017ની છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 182માંથી 99 બેઠકો જીતીને સરકાર બનાવી હતી. કોંગ્રેસે 77 બેઠકો જીતી હતી. ગુજરાતમાં અવારનવાર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે હરીફાઈ જોવા મળી છે, પરંતુ આ વખતે ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ પણ પ્રયાસ કર્યો છે. AAPના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં ઘણી રેલીઓ યોજી હતી અને લોકોને મફત વીજળી, મફત શિક્ષણ જેવા ઘણા વચનો આપ્યા હતા.
હિમાચલ પ્રદેશની વાત કરીએ તો ત્યાં પણ હાલમાં ભાજપની સરકાર છે. રાજ્યમાં દર પાંચ વર્ષે સરકાર બદલવાનો રિવાજ રહ્યો છે. હિમાચલ વિધાનસભાની છેલ્લી ચૂંટણીમાં ભાજપે 68માંથી 44 બેઠકો જીતીને બહુમતી સાથે સરકાર બનાવી હતી. કોંગ્રેસને 21 બેઠકો મળી હતી. ગુજરાતની જેમ હિમાચલમાં પણ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિકોણીય મુકાબલો છે.
એબીપી સી વોટર ઓપિનિયન પોલમાં સામે આવેલા આંકડા અનુસાર 182માંથી બીજેપીને 134 સીટો મળી શકે છે. જ્યારે કોંગ્રેસને 37 સીટો મળે તેવા એંધાણ છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટીને 7 સીટો મળવાનો અંદાજ છે.
કોંગ્રેસને કેટલી બેઠકનું થશે નુકસાન
એક્ઝિટ પોલના તારણ મુજબ ગુજરાતની 182 પૈકી અન્યને 4 બેઠક મળવાનું અનુમાન છે. ગુજરાતમાં ભાજપને 35 બેઠકનો ફાયદો થવાનું અનુમાન છે, જ્યારે ગુજરાતમાં કોંગ્રેસને 40 બેઠકોનું નુકસાન થવાનું અનુમાન છે.
ઉત્તર ગુજરાતનો એક્ઝિટ પોલ
એક્ઝિટ પોલના તારણ મુજબ ઉત્તર ગુજરાતની 32 પૈકી ભાજપને 23 બેઠક મળવાનો અંદાજ છે, જ્યારે કોંગ્રેસને 8 અને અન્યને એક બેઠક મળી શકે છે. એક્ઝિટ પોલ મુજબ અબીં આમ આદમી પાર્ટીને એક પણ બેઠક નથી મળતી. ઉત્તર ગુજરતામાં ભાજપને 9 બેઠકનો ફાયદો અને કોંગ્રેસને 9 બેઠકનું નુકસાન થવાનો અંદાજ છે.