Gujarat Assembly Election 2022: ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. ગુજરાતમાં ચૂંટણીના પરિણામો હવે 8 ડિસેમ્બરે જાહેર થશે. આ દિવસે ખબર પડશે કે ગુજરાતમાં કોની સરકાર બનશે. સી-વોટરે ચૂંટણી પરિણામ પહેલા એબીપી ન્યૂઝ માટે એક્ઝિટ પોલ કર્યો છે. આ એક્ઝિટ પોલમાં જાણો, કઈ પાર્ટીને ઘણું નુકસાન થઈ રહ્યું છે અને કોને કેટલી સીટો મળી રહી છે.


દક્ષિણ ગુજરાતનો વોટ શેર


દક્ષિણ ગુજરાતમાં વિધાનસભાની 35 બેઠકો છે. અહીં ભાજપનો વોટ શેર 48 ટકા, કોંગ્રેસનો 23 ટકા, AAPનો 27 ટકા અને અન્યનો વોટ શેર 2 ટકા રહેવાનો અંદાજ છે. ભાજપે વોટ શેરમાં આગેકૂચ જાળવી રાખી છે. ગુજરાતમાં AAPએ વોટ શેરના મામલે કોંગ્રેસને હરાવ્યું છે.


ઉત્તર ગુજરાતનો વોટ શેર


ઉત્તર ગુજરાતમાં છ જિલ્લામાં 32 બેઠકો છે. રાજધાની ગાંધીનગર પણ આમાં આવે છે. ગુજરાતમાં વોટ શેરમાં ભાજપ આગળ છે. ઉત્તર ગુજરાતમાં ભાજપનો વોટ શેર 48 ટકા, કોંગ્રેસનો 40, AAPનો વોટ શેર 8 ટકા છે. અન્યનો વોટ શેર 4 ટકા છે.
 
સૌરાષ્ટ્ર વિસ્તારનો વોટ શેર


સૌરાષ્ટ્રમાં પણ ભાજપ વોટ શેરની દૃષ્ટિએ આગળ છે. વોટ શેરની દ્રષ્ટિએ, ભાજપને 43 ટકા, કોંગ્રેસને 37 ટકા, AAPને 17 ટકા અને અન્યને 3 ટકા મળવાની ધારણા છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં વોટ શેરની બાબતમાં આમ આદમી પાર્ટી ત્રીજા નંબરે છે. અહીંથી આમ આદમી પાર્ટી ત્રીજા નંબર પર છે અને કોંગ્રેસને પણ નુકસાન થતું જોવા મળી રહ્યું છે. 2017માં કોંગ્રેસને અહીંથી શાનદાર જીત મળી હતી.
 
મધ્ય ગુજરાતનો વોટ શેર કોને કેટલો


મધ્ય ગુજરાતમાં આઠ જિલ્લાઓ છે અને 61 વિધાનસભા બેઠકો છે. વોટ શેરની દૃષ્ટિએ ભાજપ મધ્ય ગુજરાતમાં પણ આગળ છે. અહીંથી ભાજપનો વોટ શેર 55 ટકા, કોંગ્રેસ 29 ટકા, AAP 11 ટકા અને અન્યનો 5 ટકા છે. 


બીજેપીને  134 સીટો મળી શકે છે


એબીપી સી વોટર ઓપિનિયન પોલમાં સામે આવેલા આંકડા અનુસાર 182માંથી બીજેપીને  134 સીટો મળી શકે છે. જ્યારે કોંગ્રેસને 37 સીટો મળે તેવા એંધાણ છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટીને 7 સીટો મળવાનો અંદાજ છે.