ABP C-Voter Survey On Gujarat Election: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં મોટા નેતાઓ વ્યસ્ત છે. કોંગ્રેસ  27 વર્ષથી સત્તામાં રહેલા ભાજપને હટાવવા માટે પૂરા પ્રયાસો કરી રહી છે. આમ આદમી પાર્ટી (AAP) આ ચૂંટણીમાં ત્રીજા ખેલાડી તરીકે મેદાનમાં છે. આ વખતે અસદુદ્દીન ઓવૈસી પણ ચૂંટણી મેદાનમાં લડી રહ્યા છે. ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે મતદાન થશે અને પરિણામ 8 ડિસેમ્બરે આવશે.


ચૂંટણીના આ માહોલમાં ગુજરાતની જનતાનો મૂડ જાણવા માટે સી-વોટર દ્વારા એબીપી ન્યૂઝ માટે સાપ્તાહિક સર્વે હાથ ધરાયો છે. આ સર્વેમાં ગુજરાતના 2 હજાર 128 લોકોનો અભિપ્રાય લેવામાં આવ્યો છે. છેલ્લા બે દિવસમાં સર્વે કરવામાં આવ્યો છે. તેમાં ભૂલનું માર્જિન પ્લસ માઈનસ 3 થી પ્લસ માઈનસ 5 ટકા છે. આવો અમે તમને સર્વેમાં પૂછવામાં આવેલા પ્રશ્નો અને તેના જવાબો વિશે જણાવીએ.


1. ગુજરાતમાં તમે કયા આધારે મતદાન કરશો ?


ધર્મ - 14%
જાતિ-14%
વિકાસ-33%
મોદી-26%
અન્ય - 13%


2. ગુજરાતમાં રાહુલ ગાંધીના પ્રચારથી કોંગ્રેસને ફાયદો થશે ?
હા-42%
નહીં - 58%



3. ઓવૈસીના કારણે ગુજરાતમાં ભાજપને ફાયદો થશે?
હા-51%
ના- 49%


4. રૂપાણી, નીતિન પટેલ ચૂંટણી ન લડતા ભાજપને ફાયદો કે નુકસાન ?
ફાયદો-42%
નુકશાન-38%
કોઈ અસર નહીં - 20%


5. હાર્દિક, અલ્પેશને મેદાનમાં ઉતારવાથી ભાજપને ફાયદો કે નુકસાન?
ફાયદો-32%
નુકશાન-56%
કોઈ અસર નહીં - 12%


6. નરોડા પાટિયા રમખાણની દોષિત પુત્રી પાયલને ભાજપના ઉમેદવાર બનાવવા યોગ્ય છે કે ખોટુ?
સાચું - 42%
ખોટું - 58%


7. ભાજપે કોઈ મુસ્લિમને ટિકિટ આપી નથી, સાચુ કે ખોટું?
સાચું - 63%
ખોટું - 37%


8. AAPનો આરોપ - સુરત પૂર્વના ઉમેદવારને ધમકી આપવામાં આવી અને નામાંકન પરત મળ્યું, સાચો કે ખોટો?
સાચું - 46%
ખોટું - 54%


9. સ્ટાર પ્રચારકોની યાદીમાં થરૂરનો સમાવેશ ન કરીને, શું કોંગ્રેસે તેમને અધ્યક્ષની ચૂંટણી લડવા બદલ સજા કરી?
હા-50%
ના-50%


નોંધ: સી-વોટરે આ સર્વે એબીપી સમાચાર માટે કર્યો છે. સર્વેના પરિણામો સંપૂર્ણપણે લોકો સાથેની વાતચીત અને તેમના દ્વારા વ્યક્ત કરાયેલા અભિપ્રાય પર આધારિત છે. એબીપી સમાચાર આ માટે જવાબદાર નથી. 


8 ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે


ગુજરાત ચૂંટણી માટે 1 અને 5 ડિસેમ્બરનાં રોજ મતદાન થશે. આ સાથે 8 ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે.  પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર મતદાન યોજાશે. જ્યારે બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન યોજાશે.