ભુજ:  AC વાપરતા પહેલા સાવધાન થઈ જજો. કચ્છના આદિપુરમાં ACના કારણે ઘરમાં આગ લાગી હતી.  આ આગની ઘટનામાં  55 વર્ષીય એક આધેડનું મોત થયુ છે.  આદિપુરના 3/Bમાં  આવેલી વંદના સોસાયટીમાં વહેલી સવારે કરૂણ ઘટના બની હતી. જેમાં ઘરમાં લગાવેલા ACમાં શોર્ટ સર્કિટનાં કારણે આગ લાગી હતી. જેમાં એક આધેડનું મોત નીપજ્યું છે. ACમાં શોર્ટ સર્કિટ થતાં લાગેલી આગના કારણે ઘરવખરી બળીને ખાખ થઈ છે.આદિપુર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


ACમાં શોર્ટસર્કિટ થતાં જોરદાર આવાજ આવ્યો હતો, જેને કારણે આજુબાજુના રહીશો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ ઘટનાની જાણ તંત્રને કરતાં ફરાર વિભાગની ટીમો અને પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી.વહેલી સવારે 5 વાગ્યના અરસામાં તેમના ઘરે લાગેલા ACમાં અચાનક શોર્ટસર્કિટના કારણે આગ લાગી હતી. આગ ભીષણ હોવાથી એકાએક સમ્રગ રૂમમાં આગ પ્રસરી ગઈ હતી.  


રાજકોટ શહેર અને જિલ્લાના વાતાવરણમાં પલટો, ગોંડલના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ


હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજકોટ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે.  રાજકોટ શહેર અને જિલ્લામાં ભારે પવન જોવા મળી રહ્યો છે.  જિલ્લાના ગોંડલ અને આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. રાજકોટ જિલ્લાના લોધિકા અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે. 


ગોંડલ તાલુકાના પાટીયારી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં કરા સાથે વરસાદ પડ્યો હતો.  ગોંડલ તાલુકાના અનેક ગામડાઓમાં અડધાથી પોણો ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.  રાજકોટ જિલ્લામાં અચાનક ભારે પવન ફૂકાયો છે.   રાજકોટ શહેર અને જિલ્લામાં મીની વાવાઝોડું જેવી સ્થિતિ જોવા મળી રહી છે.  


અમદાવાદ માટે આગામી ત્રણ કલાક ભારે


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અમદાવાદ શહેર માટે આગામી ત્રણ કલાક ભારે છે.  અમદાવાદમાં ત્રણ કલાકમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.  અમદાવાદ,  બનાસકાંઠા, પાટણ,  મહેસાણા,  સાબરકાંઠા,  રાજકોટ,  જામનગર,  મોરબી,  સુરેન્દ્રનગર,  બોટાદ,  અમરેલી,  ભાવનગર અને કચ્છમાં વરસાદ પડવાની શક્યતા છે.  હવામાન વિભાગે જણાવ્યું કે પવનની ગતિ  40 કિલોમીટર પ્રતિ કલાક રહેશે. 


આજે અને આવતીકાલે ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસશે. હવામાન વિભાગે વરસાગની આગાહી કરી છે. હવામાન વિભાગના અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હજુ બે દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની સાથે 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે.