Accident News: દાહોદમાં બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હચો. જેમાં છ લોકો ઘાયલ થયા હતા. પીપલોદ ચોકડી હાઇવે પર અકસ્માત સર્જાયો હતો. લીમખેડાથી પીપલોદ આવતી કાર સામેથી આવતી કાર સાથે અથડાઈ હતી. જેમાં એક મહિલાને ગંભીર ઇજા થતાં સારવાર માટે વડોદરા ખસેડાઈ હતી, જ્યારે અન્ય પાંચ ઘાયલોને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા.
કેવી રીતે બની ઘટના
હાઇવે વચ્ચે ડિવાઈડર પર લગાવેલા વૃક્ષના કારણે ચોકડી પર ટર્ન લઇને આવતી ગાડીના દેખાતા અકસ્માત સર્જાયાની ચર્ચા છે. હાઇવે ઓથોરિટી એમ્બ્યુલનસ અને સભ્યોએ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ ઘટના સથળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.
મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં વહેલી સવારે એક ભયાનક અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતમાં 6 લોકોના મોત, જ્યારે 21 મુસાફરો ઘાયલ થયા હતા. ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અક્સમાતના પગલે હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો. આ ઘટનાની વધુ વિગત મુજબ જિલ્લાના મલકાપુર શહેર પાસે નેશનલ હાઈવે-6 પર આ અકસ્માત થયો હતો. મલ્કાપુર પોલીસ સ્ટેશનના એસએચઓના જણાવ્યા અનુસાર, એક બસ અમરનાથ યાત્રીઓને લઈને હિંગોલી જઈ રહી હતી, જ્યારે બીજી બસ નાગપુરથી નાસિક જઈ રહી હતી ત્યારે વહેલી સવારે બંને બસોની સામસામે જોરદાર ટક્કર થતા અકસ્માતની ઘટના બની હતી. અકસ્માતની ગંભીરતાને જોતા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે મૃત્યુઆંક હજુ વધી શકે છે.
એક રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં કુલ માર્ગ અકસ્માત પૈકી 82% અકસ્માત અને મોત ઓવરસ્પીડને કારણે થતા હોવાનું બહાર આવ્યું છે. રાજ્યમાં એક વર્ષમાં 6130 લોકોના મૃત્યુ ઓવરસ્પીડથી વાહન ચલાવવાથી થયા છે. જ્યારે 749 લોકો બેદરકારીથી વાહન ચલાવવાને કારણે મોતને ભેટ્યા છે. NCRB (નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરો)ના છેલ્લે 2021માં જાહેર કરેલા આંકડા દર્શાવે છે કે, ગુજરાતમાં સૌથી વધુ અકસ્માત અને મૃત્યુ ઓવરસ્પીડ અને બેદરકારીને કારણે થયા છે. રિપોર્ટ દર્શાવે છે કે, રાજ્યમાં એક વર્ષમાં કુલ 15,200 માર્ગ અકસ્માત અને 7457 લોકોના મૃત્યુ થયા જેમાંથી 12,574 અકસ્માત અને 6130 મૃત્યુ ઓવરસ્પીડને કારણે થયા છે. આ ઉપરાંત બેદરકારીથી વાહન ચલાવવાના 1570 અકસ્માતમાં ઘાયલ અને 749નાં મોત નીપજ્યા છે.